અંજાર-ગાંધીધામના ઔદ્યોગિક એકમોમાં સંક્રમિત લોકો જોખમી હોવાનો વર્તારો

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકામાં કોરોનાથી સંક્રમિતોનો આંક દિવસે -દિવસે ઊંચકાઈ રહયો છે. બહાર આવેલા કેસો પૈકીના મોટાભાગના કોરોનાગ્રસ્તો મોટા ઔદ્યોગિક એકમમાં કામ કરતા હોવાનું પણ  બહાર આવ્યું છે. અંજાર તાલુકામા ધમધમતા ઔદ્યોગિક એકમમાં કોરોનાથી રક્ષણ અર્થે જારી  કરાયેલી સરકારી માર્ગદર્શિકાનું  પાલન ન કરી છડેચોક સુધી નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની   બૂમ પડી છે. આ સ્થિતિમાં અંજારઅને ગાંધીધામ સંકુલનો મોટો નોકરિયાત વર્ગ કોરોનાની ઝપેટમાં આવવાની દહેશત ઊભી થઈ છે તો બીજી તરફ અંજાર વહીવટીતંત્ર દ્વારા એકમોની  સમયાંતરે તપાસ કરવાની કાર્યવાહી ચાલુમાં હોવાનો દાવો  કરાયો હતો. અંજાર તાલુકાના વરસામેડીમાં  આવેલી  વેલસ્પન ઈન્ડસ્ટ્રીઝનો મોટો એકમ ધમધમી રહ્યો છે. આ એકમમાં કામ કરતા અંદાજિત 16 જેટલા લોકો કોરાનાનો શિકાર થયા હશે તેવું  આરોગ્ય વિભાગે જણાવ્યું છે.અન્ય ઔદ્યોગિક એકમના  કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નોંધપાત્ર છે કે અંજાર -ગાંધીધામમાં આવેલા  ઘણાખરા કેસોમાં ઔદ્યોગિક એકમમાં આવેલા એક કોરોના કેસ થકી અન્ય સંક્રમિતોની સંખ્યા વધી છે. જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાથી  સંક્રમિત થયેલાની યાદીમાં કોન્ટેક્ટ પર્સન  પણ કારણ દર્શાવવામાં આવી રહયું છે.થોડા સમય  અગાઉ એક ઔદ્યોગિક એકમમાં કોરોના  સામેનારક્ષણ અંગેના નિયમોનો ભંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાંવાયરલ થયો હતો. જેને કારણે  ચકચાર પ્રસરી હતી. અંજાર તાલુકામાં આવેલા એકમોમાં સરકારી માર્ગદર્શિકા તથા નિયમોનું પાલન ન થતું  હોવાની  ફરિયાદો ઉઠી છે. તંત્ર તથા અધિકારીઓ ભલામણ તથા અન્ય  કારણોસર મોટા ગજાનાએકમો સામે નોંધપાત્ર કાર્યવાહી કરતા નથી. નોંધપાત્ર છે કે કેટલાક  એકમના  સત્તાધીશોએ તો કોરાના લક્ષણો ધરાવતા કર્મચારીઓને તપાસવા જ નહીં તેવી  ભલામણો આરોગ્યતંત્રના સંબંધિતોને કરી છે. નોંધપાત્ર છે કે એકમોમાં નિમયમોનું ઉલ્લંઘન  અંજાર અને ગાંધીધામના અનેક નોકરિયાતવર્ગ અને તેના પરિવારજનો માટે મુશ્કેલી સર્જાશે તેવી ભીતિ નામ ન આપવાની શરતે અધિકારીવર્ગે વ્યક્ત કરી હતી.આ અંગે  અંજાર નાયબ કલેકટર  ડે. વી.કે. જોષીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મામલતદાર, ઔદ્યોગિકસલામતી વિભાગ  સહિતના અધિકારીઓને સાથે રાખીને એકમોમાં તપાસ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં માસ્ક અને  સામાજિક અંતરના નિયમ ન જાળવનારા 9 જેટલા એકમોને નોટિસ  આપવા સાથે  નિયમોનું પાલન કરવા બાંહેધરી લેવામાં આવી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer