પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે કાર્યકરોમાં જોમ ભરશે

ભુજ, તા. 5 : અબડાસા વિધાનસભા પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશથી જિલ્લા સ્તરના આગેવાનો ગામેગામ ફરી કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ સરસાઇ?મળે અને ભાજપનો પરાજય થાય તેવો પ્રચાર-પ્રસાર કરી પાયાના કાર્યકરોમાં જોમ ભરી રહ્યા છે.જે અંતર્ગત તા. 6/8ના ગુરુવારે માતાના મઢ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ તળે જિલ્લાની વિસ્તૃત કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ?ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપસ્થિત રહી વ્યૂહરચના સમજાવશે. ઉપરાંત પ્રજાલક્ષી વિવિધ?ઠરાવો કરી રણનીતિ ઘડાશે. ઉપરાંત પ્રદેશના દિગ્ગજ નેતાઓ દ્વારા અબડાસા વિધાનસભાના ગ્રાસરૂટ લેવલ સુધીની કામગીરીની સમીક્ષા ઉપરાંત સંગઠનાત્મક શક્તિ દ્વારા ભાજપની પ્રજાવિરોધી વિચારધારાને મ્હાત કરવાનું આયોજન કરાશે.ઉપરાંત પક્ષના સંગઠનને કારોબારીમાં બૂથ સ્તર સુધી લઇ જવા માટે પણ ખાસ માર્ગદર્શન તથા કામગીરીના લેખાં-જોખાં આ બેઠકમાં થશે. આ પ્રસંગે પ્રદેશ, જિલ્લા, તાલુકા, શહેર, સેલ પાંખના હોદ્દેદારો- સંયોજકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer