પડાણામાં છ ખેલી 2.78 લાખની માલમત્તા સાથે ઝડપાયા

ભુજ/ગાંધીધામ, તા.5 :ગાંધીધામ તાલુકાના પડાણા ગામના ચોકમાં જાહેરમાં પત્તા ટીંચતા છ?શખ્સને દબોચી લઇ પોલીસે રોકડ?રૂા. 1,63,000 જપ્ત કર્યા હતા. બીજીબાજુ ભુજ, કોટડા (જ.), નરેડી અને ઉસ્તિયા ખાતે પડાયેલા દરોડામાં 32 ખેલી પોલીસ પાંજરે પુરાયા હતા. પડાણા ગામના ચોકમાં આજે બપોરે જુગાર રમતા ગામના જ હિતેશ?ધરમશી આહીર, મૂળજી રાજા હુંબલ, તુષાર ધરમશી આહીર, ભુરા હાજા મકવાણા, હરીશ?મહાદેવા જરૂ અને મેઘપર બોરીચી ગોલ્ડન પાર્કમાં રહેતા રાજીવ ત્રિલોકચંદ ગુપ્તાને પોલીસે પૂર્વ બાતમીના આધારે દબોચી લીધા હતા. જાહેરમાં પત્તા ટીંચતા શખ્સો પાસેથી રોકડ?રૂા. 1,63,000 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 2,78,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.- ભુજમાં સાત સ્ત્રી-પુરુષ પકડાયાં : જિલ્લા મથક ભુજમાં ઇન્દિરા નગરી વિસ્તારમાં કમલેશ કનૈયાલાલ બારોટના રહેણાંકના મકાનનાં ખુલ્લાં આંગણામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલાં સાત સ્ત્રી-પુરુષને રૂા. 14,500 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 16 હજારની માલમત્તા સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. સ્થાનિક બી. ડિવિઝન પોલીસે કરેલી આ કામગીરીમાં પકડાયેલા આરોપીમાં ઘરમાલિક કમલેશ બારોટ ઉપરાંત ભુજના રવિરાજ નારાણ બારોટ, અલીશા ઓસમાણશા સૈયદ, રફીક અજીત સમા, નીનાબેન ચેતનભાઇ શાહ, વર્ષાબેન અશ્વિનભાઇ શાહ અને મેઘાબેન કમલેશ બારોટનો સમાવેશ થાય છે. - કોટડા (જ.)માં 13 ઝડપાયા  : નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામે સ્થાનિક નખત્રાણા પોલીસે દરોડો પાડીને ગામના બનુભા તેજમાલજી જાડેજાના નવાવાસમાં આવેલા ઘરના આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમતા 13 ખેલીને પકડયા હતા. તહોમતદારો પાસેથી રૂા. 26,600 રોકડા ઉપરાંત નવ મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 37,100ની માલમત્તા કબજે કરીને તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.પોલીસે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે જેમની ધરપકડ કરાઇ છે તે આરોપીમાં કોટડા (જ.)ના ઘરમાલિક બનુભા જાડેજા અને દાઉદ અલીમામદ જાગોરા, કાદિયા નાના ગામના મામદ અલાના ઠોડિયા અને રમેશ હરિલાલ જોગી તથા કોટડા જડોદરના નવીન દેવજી બુચિયા, જેઠુભા તેજમાલજી જાડેજા, શિવજી દેવજી બુચિયા, ઇબ્રાહીમ રમજાન જાગોરા, અરાવિંદ કરશન ગંઢેર, ઇશાક અલીમામદ જાગોરા, મેગા મમુ દેવીપૂજક, બાબુ કરશન ગંઢેર અને ઇસ્માઇલ અલીમામદ ચાકીનો સમાવેશ થાય છે. - નરેડીમાં આઠ થયા અંદર  : અબડાસાના નરેડી ગામે વથાણની ખુલ્લી જગ્યામાં ચાલતી ધાણીપાસાના જુગારની પ્રવૃત્તિ ઉપર નલિયા પોલીસ ગઇકાલે સંધ્યા સમયે ત્રાટકી હતી અને આઠ જણને રૂા. 5,730 રોકડા સાથે પકડયા હતા. પોલીસ સાધનોએ આપેલી માહિતી  મુજબ ઝડપાયેલા તહોમતદારમાં નરેડીના હરેશ થાવર જેપાર (મહેશ્વરી), હરેશ બાવલા કુંવટ, રમેશ થાવર જેપાર (મહેશ્વરી), ગિરીશ અરજણ કુંવટ, મંગા અરજણ લખનપાર, મૂળજી લખુ પરગડુ, લાલજી અરજણ લખનપાર અને   જગદીશ રામજી કુંવટનો સમાવેશ થાય છે. - ઉસ્તિયામાં ચારની ધરપકડ  : અબડાસામાં જ નલિયા પોલીસે ગઇકાલે સંધ્યા સમયે પાડેલા અન્ય એક દરોડામાં ઉસ્તિયા ગામે શંકર ભગવાનના મંદિર પાસે તળાવની પાળ ઉપર ધાણીપાસાથી જુગાર રમતા ચાર જણની રૂા. 1,500 સાથે ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીમાં ગામના જુમા અભા કોળી, હરજી જુમા મહેશ્વરી, રાજેન્દ્રાસિંહ ઉર્ફે રાજુ પવુભા જાડેજા અને હિતેનાસિંહ ગાવિંદજી જાડેજાનો સમાવેશ થતો હોવાનું પોલીસે ઉમેર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer