કચ્છની ભાગોળે કાર-ટ્રેઇલર અથડાતાં ત્રણનાં મોત

માળિયા મિયાણા, તા. પ : કચ્છની ભાગોળે સૌરાષ્ટ્રમાં માળિયા મિયાણા હાઈવે પરની ભીમસર ચોકડી પાસે બપોરના ટ્રેલર-કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતા અને બે વ્યક્તિને ઈજા થવાથી મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથધરી હતી. ગોજારા અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફીકજામની સ્થિતિ સર્જાય હતી. બાદમાં પોલીસે પુન:વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો. હતભાગી મૃતકો કચ્છમાં મુંદરા જઇ રહ્યા હતા.આ બનાવ અંગેની વિગત એવી છે કે, માળિયા મિયાણા હાઈવે પરની ભીમસર ચોકડી પાસે બપોરના ટ્રેલર અને ક્રેટા કાર ધડાકાભેર અથડાયા હતા અને આ અકસ્માત કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલી સુરતની ત્રણ વ્યકિતના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યા હતા. બે વ્યકિતને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અકસ્માત અંગેની જાણ થતાપોલીસ દોડી ગઈ હતી અને હાઈવે પર ટ્રાફીકજામ સર્જાતા પોલીસે પુન:ટ્રાફીક કાર્યરત કરાવ્યો હતો. બંને વાહનો ક્રેઈનની મદદથી અલગ કર્યા હતા. પોલીસે હાથધરેલી તપાસમાં મૃતકો સુરતમાં રહેતા રાજેન્દ્ર બછાઉ, મહેન્દ્રસીંગ અને જયેન્દ્રસીંગ હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે ત્રણેય મૃતકોના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથધરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer