વરસાદના વર્તારા વચ્ચે ભુજ-કંડલા (એ) 38.2 ડિગ્રીએ તપ્યાં

ભુજ, તા. 5 : સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે વરસાદના વર્તારા વચ્ચે જિલ્લામાં ઊંચકાયેલા મહત્તમ-લઘુત્તમ પારા સાથે તાપ-ઉકળાટના જારી રહેલા દોરે લોકોને આકુળ-વ્યાકુળ કરી મૂક્યા હતા. કંડલા (એ)માં ગઇકાલની તુલનાએ પારો સહેજ નીચે સરકી 38.2 ડિગ્રીના આંકે અટક્યો હતો જ્યારે ભુજમાં આંશિક વધારા સાથે 38.2 ડિગ્રીના આંકે પારો પહોંચ્યો હતો. કંડલા પોર્ટમાં 37 અને નલિયામાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ પારો 29 ડિગ્રી ઉપર રહેતાં રાત્રિના પણ ઉકળાટની અનુભૂતિ જારી રહી હતી. દિવસભર ધૂપ-છાંવના માહોલ વચ્ચે વરસાદની આશા ફળીભૂત થઇ નહોતી. હવામાન વિભાગે જારી કરેલા વર્તારામાં બે દિવસ પવન-ગાજવીજ સાથે હળવોથી મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે. રાજ્યમાં ડીસા બાદ ભુજ-કંડલા (એ) બીજા નંબરના ગરમ મથક બન્યાં હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer