ભચાઉ પાસે અકસ્માતમાં ઘાયલ યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 5 : ભચાઉ નજીક અગાઉ અકસ્માતમાં ઘવાયેલા રામધની લક્ષ્મણરાય યાદવ (ઉ.વ. 25)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. મુંદરામાં રહેનારો રામધની નામનો યુવાન ગત તા. 28/7ના ટ્રેઇલર નંબર જી.જે. 12-એ.વાય. 3136વાળું લઇને મુંદરાથી મોરબી જઇ રહ્યો હતો. તે દરમ્યાન ભચાઉ નજીક કસ્ટમ પુલિયા પાસે પહોંચતાં આગળ જતા અજાણ્યા વાહનચાલકે અચાનક બ્રેક મારતાં આ યુવાનનું વાહન તેમાં પાછળ ઘૂસી ગયું હતું. ઘવાયેલા રામધનીને પ્રથમ ભચાઉ અને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો, જ્યાંથી તેને રજા આપી દેવામાં આવી હતી. પાછળથી પોતાના ઘરે આ યુવાનને પેટમાં દુ:ખાવો થતાં તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઇ અવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer