સામખિયાળીમાં કિશોરે ફાંસો ખાઈ જીવ દીધો

ગાંધીધામ, તા. 5 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં રહેનારા શિવા મેરાભાઈ કોળી (ઉ.વ. 15) નામના કિશોરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સામખિયાળીના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેનારા આ હતભાગી કિશોરે ગઈકાલે બપોરના અરસામાં અંતિમ પગલું ભરી લીધું હતું. આ કિશોર સાંઈ પાર્ક સોસાયટીમાં જઈ લીંબડાના ઝાડમાં ગળે ફાંસો ખાઈ અંતિમ શ્વાસ લીધા હતા. આ કિશોરે કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer