ભુજમાં યુવાનને પોલીસે માર માર્યાની એસ.પી. પાસે ફરિયાદ

ભુજ, તા. 5 : શહેરમાં ભીડનાકા બહાર સરવા મંડપ વિસ્તારમાં માધવરાય નગર ખાતે રહેતા નવીન લધારામ પરમાર નામના યુવાનને પોલીસે ઉઠાવી જઇને માર માર્યો હોવાની ફરિયાદ યુવકની માતા હરખુબેને લેખિત સ્વરૂપમાં એસ.પી. સમક્ષ કરી છે. દારૂનો ધંધો કરવા બાબતે પોલીસ દ્વારા નવીનની અટક કરાયા બાદ તેને માર મરાયો હોવાનું આ ફરિયાદ અરજીમાં જણાવાયું છે. પોલીસ સ્ટાફ દ્વારા ધાકધમકી પણ કરાઇ હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે પગલાંની માગણી કરાઇ હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer