નવજાત બાળક માટે માતાનું ધાવણ એટલે પ્રથમ અને ઉપયોગી રસીકરણ

ભુજ, તા. 5 : વિશ્વ સ્તનપાન સપ્તાહની આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત કચેરી દ્વારા તા. 1થી તા. 7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ દિવસે  સગર્ભા જેની સંભવિત પ્રસૂતિની તા. 1થી 7 ઓગસ્ટ 20 સુધીની હોય અને જે નવજાત બાળકોના જન્મ થયા એવા માતા અથવા એ કુટુંબ સાથે ટેલિફોનિક સંવાદ કરાયો હતો. કલેક્ટર-કચ્છ તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભુજ-1 ઘટકના વિસ્તારના સગર્ભા માતા તથા નવજાત બાળકની માતા (ધાત્રી માતા) સાથે ટેલિફોનિક સંવાદ કરી બાળકને પહેલું ઘટ્ટ પીળું દૂધ પીવડાવવામાં આવે તે બાળકનું પહેલું રસીકરણ છે. તેમજ પ્રથમ 6 મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન કરાવવામાં આવે તે હેતુથી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. દ્વારા ભુજ ઘટક-1ના સુખપર-1 આંગણવાડી વિસ્તારના જોડિયા બાળકોની ધાત્રી માતા સાથે સ્તનપાન કેટલું જરૂરી છે તે અંગે સમજૂતી અપાઈ હતી. અંદાજિત 397 સગર્ભા માતા તથા 147 નવજાત બાળકની માતા અથવા કુટુંબ  સાથે જિલ્લા પંચાયત સ્ટાફ તથા તાલુકા કક્ષાના સ્ટાફ દ્વારા ટેલિફોનિક સંવાદ કરીને સ્તનપાન વિષયે માર્ગદર્શન અને પ્રોત્સાહન અપાયું હતું. આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક-1ના સુપરવાઈઝર તથા આંગણવાડી કાર્યકર દ્વારા પોતાના વિસ્તારના સગર્ભા માતા તેમજ નવજાત બાળક અને માતાની મુલાકાત લઈ સ્તનપાન વિષયે સમજણ અને પ્રોત્સાહન અપાયાં હતાં. આઈ.ટી.આઈ. ભુજ દ્વારા આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક-1ને માસ્કનું વિતરણ કરાયું હતું. સપ્તાહના બીજા દિવસે સવારે 9.30થી 10.30 સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી દ્વારા આકાશવાણી ભુજ મારફતે સ્પર્ધા યોજાઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer