17 પોઝિટિવ કેસમાં 11 સંપર્કથી સંક્રમિત

17 પોઝિટિવ કેસમાં 11 સંપર્કથી સંક્રમિત
ભુજ, તા. 3 : કચ્છમાં કોરોના વાયરસનો કહેર અવિરત આગળ ધપી રહ્યો છે. તંત્રની યાદી મુજબ આજે 17 પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે જેમાં અમદાવાદ ખાતે રાપર તાલુકાના અગ્રણીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેનો ઉલ્લેખ નથી. આજે ગાંધીધામ અને અંજાર તાલુકાના પાંચ-પાંચ, ભુજના ચાર તો માંડવી, અબડાસા અને રાપરના એક-એક કેસ દર્શાવાયા છે. ભુજ અને ગાંધીધામના કેસો સંપર્કથી સંક્રમિત થયાનું જણાવતી યાદીમાં ભુજની જૂની લોટસ કોલોનીના ધીરજ ખીમજી ઠક્કર (ઉ. 67), કાંતાબેન ધીરજભાઈ ઠક્કર (ઉ.વ. 65), હેતલબેન અલ્પેશભાઇ ઠક્કર (ઉ.વ. 37), જાનકી અલ્પેશભાઇ ઠક્કર (ઉ.વ. 14)નો સમાવેશ થાય છે. ગાંધીધામ સેકટર 7ના દોલત લવજી પવાર (ઉ.60), શક્તિનગરના ઝૂલેલાલ મંદિર પાસે રહેતા, કિશોરભાઇ ટોપણદાસ શર્મા (ઉ. 66), અને ગોદાવરીબેન કિશોર શર્મા (ઉ. 60), આદિપુરના વોર્ડ-5-એના પ્લોટ 337 ખાતે રહેતા શ્રીચંદ દ્વારકાદાસ તલરેજા (ઉ. 68) અને કવિતા શ્રીચંદ તલરેજા (ઉ. 66) તો નલિયાના રીટાબેન કોટક (ઉ. 48), માંડવી તાલુકાના રામપર વેકરાના નવાવાસના જયેશકુમાર ચમનલાલ પટેલ (ઉ. 37)નો સમાવેશ થાય છે. અદાણી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના 15, અમદાવાદની ખાનગી લેબના 1 અને રેપિડ ટેસ્ટ દ્વારા એક કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ્લ 583 પોઝિટિવ કેસ નોંધાયા તેમાંથી 373 સાજા થતાં રજા અપાઇ છે. તો મૃત્યુ પામેલાનો આંક 26 છે. હાલે એક્ટિવ પોઝિટિવ કેસ 181 છે.
    14 દર્દી સ્વસ્થ  થતાં રજા અપાઇ  ભુજ, તા. 3 : આજે કુલ 14 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ હતી જેમાં જી.કે. ભુજ ખાતેથી 4, હરિઓમ હોસ્પિટલ આદિપુર ખાતેથી 1,એલાયન્સ મુંદરા ખાતેથી 2, વાયબલ હોસ્પિટલ ગડા ખાતેથી 5 તેમજ ઘરે આઇસોલેટે કરેલા 2 દર્દીને રજા અપાઇ?છે. આજે રજા અપાઇ તેની વિગતો આ મુજબ છે : નવીનકુમાર હીરજી પોકાર, રાજેશભાઇ સોલંકી, હિમાંશુ રોહિતભાઇ?રાજપૂત, ડો. શ્યામશંકર સીજુ, મહાદેવભાઇ મહેતા, ભાવેશ મોહનભાઇ મઢવી, રાજેશ વેલાભાઇ વરચંદ, ગીતાબેન રાજેશ વરચંદ, નિવા રાજેશ વરચંદ, જયદીપસિંહ લાલુભા વાઘેલા, ભીખાભાઇ ગોવિંદભાઇ કોલી, રિન્કુ શર્મા, ગૌરીબેન ઠક્કર, બસીરા ઇમ્તિયાઝ પિંજારાને રજા અપાઇ?હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer