ફતેહગઢ-આડેસર પાણી યોજનાના ફિલ્ટર પ્લાન્ટનું કરાયું ખાતમુહૂર્ત

ફતેહગઢ-આડેસર પાણી યોજનાના ફિલ્ટર પ્લાન્ટનું કરાયું ખાતમુહૂર્ત
રાપર, તા. 3 : તાલુકાના ફતેહગઢ ભોજનારી ડેમ ખાતે પાણી પુરવઠા હસ્તક રૂા. 27 કરોડના ખર્ચે નિર્મિત ફિલ્ટર પ્લાન્ટનું રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ફિલ્ટર પ્લાન્ટ હેઠળ 17 ગામ અને 13 વાંઢોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થવાનીઆ પ્રસંગે આશા વ્યક્ત કરાઈ હતી.આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી આહીર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, મામલતદાર શ્રી પ્રજાપતિ, ટી.ડી.ઓ. ડી. જે. ચાવડા, અધીક્ષક ઈજનેર એ. જી. વનરા, કા.પા.ઈ. સૌરભ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, કાનજીભાઈ ગોહિલ, રમેશભાઈ ખોડ, હરેશ પરમાર, ભગાભાઈ આહીર, મહાદેવ આહીર, મહેશ ઠક્કર, રામજી સોલંકી, રામજી ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer