જુગારના છ દરોડામાં 24 ઝડપાયા

જુગારના છ દરોડામાં 24 ઝડપાયા
ભુજ / ગાંધીધામ, તા.3 : જુગારની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેમ આજે સમગ્ર કચ્છમાં પડાયેલા છ દરોડામાં કુલ 24 જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં ચાલતાં જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી જેમાંથી ચાર ખેલીઓને રોકડા રૂા. 45,400 સાથે ઝડપી લીધા હતા.રાપર તાલુકાના ગાગોદરમાં સોનીવારી શેરી પાસે આવેલ ધાર(ડુંગર) ઉપર બાવળની ઝાડીઓમાં તીનપતીનો જુગાર રમતા રમેશભાઈ ઉર્ફે ભોડી હઠાભાઈ ભરવાડ,  બાબુભાઈ નાજાભાઈ ભરવાડ, ઉકાભાઈ નાગજીભાઈ ભરવાડ, મશાભાઈ સીધાભાઈ ભરવાડ,બાબુભાઈ  હરીભાઈ પરમાર(રજપૂત)ને આડેસર પોલીસે પોલીસે પકડી લીધા હતા. તેની પાસે થી  રોકડા રૂ.7250,ચાર મોબાઈલ કિ.રૂ.6500 સાથે કુલે.રૂ.13750 નો  મુદામાલ  પોલીસે કબ્જે લીધો હતો.ગાંધીધામનાઆર.કે. ચેમ્બરમાં આવેલ રમેશ કાંન્તીલાલ આંગડીયામાં  પોલીસે  જુગારનો દરોડો પાડયો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ આ સ્થળેથી મુકેશકુમાર જોયતારામ પટેલ, નીતીન શાંન્તીલાલ નાયક,રોહિતભાઈ હસમુખભાઈ ઠકકર, અલ્પેશ જયંતીભાઈ પ્રજાપતીને પકડી પાડી તેની પાસેથી રોકડા રૂા. 45,400, ચાર મોબાઈલ ફોન  કિ. રૂા. 3500 સાથે કુલે રૂા. 48,900નો મુદામાલ  લેવાયો હતો. માધાપર ધોરીમાર્ગ પર જીઆઈડીસીના એલાઈડ બ્લોકના કારખાનાની બાજુની દીવાલની આડમાં તીનપત્તી વડે હાર-જીતનો જુગાર રમતા આહીર વાલજી ભાણજીભાઈ ચાડ (રહે. નિરોણા, તા. નખત્રાણા), સુરેશ મનસુખલાલ પંચાલ (મૂળ દાહોદ, હાલે માધાપર) અને હીરજી કારા મહેશ્વરી (માધાપર)ને રોકડા રૂા. 11,600 અને ત્રણ મોબાઈલ કિ. રૂા. 6,500 એમ કુલ રૂા. 18,100ના મુદ્દામાલ સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. માંડવી તાલુકાના મોટી મઉંના મફતનગરમાં દાજીભા સોઢાના બંધ મકાનની આગળ ખુલ્લા ફળિયામાં ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા આરોપી આશીફ રજાક સુરંગી, હિંમતસિંહ લધુભા ખોડ (ઝાલા), અજયગર ધનગર બાવાજી, વેલગર બાબુગર બાવાજી, વિનોદગર ચંચળગર બાવાજી અને આદિલ રજાક સુરંગી (રહે. તમામ મોટી મઉં)ને રોકડ રૂા. 4900 તથા અલગ-અલગ કંપનીના પાંચ મોબાઇલ કિ. રૂા. 7000 કુલ રૂા. 11900ના મુદ્માલ સાથે ઝડપી ગઢશીશા પોલીસે જુગાર ધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. નલિયામાં મફતનગર મધ્યે બાવળની ઝાડીમાં સાંજે ધાણીપાસા વડે જુગાર રમતા આરોપી રમેશ મીઠુ કોલી, રવજી મામદ કોલીને રોકડા રૂા. 6250 સાથે પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે કાળુ વિશન દેવીપૂજક અને મોહન ખમી કોલી નાસી છૂટયા હતા. પોલીસે ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. નખત્રાણા તાલુકાના ખોંભડી જતા માર્ગ પર ત્રિકમ સાહેબના મંદિરની પાછળ? બાવળની ઝાડીમાં સાંજે ધાણીપાસા વડે હાર-જીતનો જુગાર રમતા છગન દાનાભાઇ?જોગી, જેઠાભાઇ?દામજીભાઇ જાગરિયા, મંગેશ દેવાભાઇ જાગરિયા અને હિતેશ મંગલભાઇ પારાધી (રહે. બધા ટોડિયા)ને રોકડા રૂા. 1140ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer