અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે કચ્છમાં પણ ઉજવણી કરવા અનુરોધ

અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે કચ્છમાં પણ ઉજવણી કરવા અનુરોધ
ભુજ, તા. 3 :આગામી પાંચમી ઓગસ્ટે અયોધ્યા ખાતે રામમંદિરના ભૂમિપૂજન સાથે કચ્છમાંય આયોજન સંદર્ભે આજે ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી અપાઇ હતી જેમાં   સમગ્ર હિન્દુ સમાજ ઉજવણી કરે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે રામધૂન નજીક તા. 5/8ના હવન, મહાઆરતી અને કારસેવકોના સન્માન સાથે મહોત્સવમાં જોડાવાની તૈયારીઓ થઇ ચૂકી છે. કોરોના મહામારીના લીધે ગાઇડલાઇન મુંબઇ કચ્છમાંથી વધુ લોકો જોડાય અને દરેક ઘરમાં દીવડા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ રચાય તેવો અનુરોધ કરાયો હતો. ઉજવણીમાં મંદિરો, મઠ અને સંતો-મહંતો પણ જોડાશે તેવું હોદ્દેદારોએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલી મથામણ બાદ મળેલી સફળતાને સૌએ વધાવી લેવી. કચ્છના બધા જ તાલુકા મથકો પર પણ ઉજવણી થાય તેવું પૂર્વ આયોજન ઘડવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને આ ઉજવણીના ભાગરૂપે સૌ કોઇ ગાઇડલાઇનનું પાલન કરે તેવી આશા પરિષદના વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયા, વિભાગ સહમંત્રી દેવજીભાઇ મ્યાત્રા, માદેવભાઇ વીરા, ચેતનભાઇ ઠાકર, વીરભદ્રસિંહ જાડેજા, ભાવેશભાઇ પરમાર, જયેશભાઇ ભાટિયા, કે. કે. જાડેજા સહિતનાએ આપી હતી. પત્રકાર પરિષદનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી કેતનભાઇ સોનીએ સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer