કચ્છમાં નિવૃત્ત થયેલા કર્મચારી અમેરિકામાં જીવદયામાં પ્રવૃત્ત

કચ્છમાં નિવૃત્ત થયેલા કર્મચારી અમેરિકામાં જીવદયામાં પ્રવૃત્ત
ભચાઉ, તા. 3 : અમેરિકા સ્થિત ન્યૂયોર્ક શહેરમાં નિવૃત્તિ બાદ પુત્ર સાથે શેષ જીવન ધર્મ-જીવદયા માટે વીતાવતા ગુણવંતભાઇ પટેલ કોરોના મહામારી વચ્ચે અહીં પણ પક્ષીઓ માટે ચબૂતરો અને પાણી માટેના કુંડા ઘરે તો રાખ્યા છે પરંતુ આસપાસ પણ આપતા રહે છે. ભચાઉ ખેતીવાડી કચેરીના નિવૃત્ત કર્મચારી ગુણવંતભાઇ હાલ ન્યૂયોર્ક શહેરમાં પુત્ર સાથે રહે છે. ગુણવંતભાઇ?ગોરધનભાઇએ પારસીવેલી (એન.જે.)ના ફળિયામાં પૌત્રી સ્વરાને સરપ્રાઇઝરૂપ ચબૂતરાની ભેટ આપી હતી. અર્પણવિધિ દાદા-પૌત્રીની હાજરીમાં સંપન્ન થતાં ગોરી પ્રજા પણ પ્રેરાઇ અને અમારા આંગણામાં આવું કરી આપો કહેતાં ગુણવંતભાઇએ પાણીના કુંડા આપ્યા હતા. તેમના પિતા પણ સૌરાષ્ટ્રમાં ચકલાને ચણ અને પાણી આપતા હતા. આ જીવદયાનો વારસો પૌત્રીને પણ આપ્યો છે. તેઓ 1990થી 2001 સુધી વોંધ?ગામે ગ્રામસેવક તરીકે સેવારત હતા. હવે ન્યૂયોર્કમાં રહી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા અને સન 2011થી ચાલતા અખંડ યજ્ઞ વિધિમાં પણ ઇશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખનારા ભાવિકો માટે વિદેશની ધરતી પરથી પણ કાર્ય કરાવતા રહે છે. માનસિક-શારીરિક પરિતાપમાં આ યજ્ઞકાર્ય અનેક ભાવિકો માટે મનોવૈજ્ઞાનિક બળ પૂરું પાડે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer