ઉકળાટ વચ્ચે ખાવડા પાસે 3.6ના આંચકાથી રણકાંધી ધ્રૂજી

ભુજ, તા. 3 : શ્રાવણ મહિનામાંયે જેઠ જેવા અસહ્ય ઉકળાટ વચ્ચે રક્ષાબંધનના દિવસે સોમવારે ખાવડા પાસે 3.6ની તીવ્રતાવાળા આંચકાથી સીમાવર્તી પંથકની ધરા ધ્રૂજી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સોમવારની સવારે 7 અને 39 મિનિટે ખાવડાથી 35 કિ.મી.ના અંતરે 3.6ની તીવ્રતાવાળા આંચકાથી ધરા ધ્રૂજતાં રણકાંધીના ગામડાઓમાં ભયની લાગણી ફેલાઇ હતી. ઉપરાંત આજે સાંજે 6 અને 41 મિનિટે ભચાઉથી 7 કિ.મી. દૂર 2.2ની તીવ્રતાનો, તો સાંજે 5 અને 38 મિનિટે 1.6ની તીવ્રતાનો એક આંચકો ખાવડાથી 25 કિ.મી. દૂર નોંધાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer