સરકારની માર્ગદર્શિકાને અનુસરીને પર્યુષણ પર્વ ઊજવવાની અપીલ

ભુજ, તા. 3 : પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજના અધ્યક્ષ તારાચંદભાઇ?છેડા, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય મુકેશભાઇ?ઝવેરી તથા પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ જૈન સમાજને સરકારની ગાઇડલાઇનનો અમલ કરવા જણાવ્યું છે. દરેક ધાર્મિક સ્થળોના મેઇન પ્રવેશદ્વાર પર હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ ક્રીનિંગની વ્યવસ્થા કરવી. માત્ર?સ્વચ્છ અને માસ્ક પહેરેલી વ્યક્તિઓને પ્રવેશ આપવો. કોવિડ-19 અંગેની જાગૃતિના પોસ્ટર કે બેનર લગાડવા. અજાણી વ્યક્તિઓને પ્રવેશ આપવો નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું, એકબીજાથી છ?ફૂટ અંતર રાખવું, ભગવાનની મૂર્તિ, ધાર્મિક ઉપકરણ-પુસ્તકને હાથ?લગાડવું નહીં. ધાર્મિક પ્રસંગોની ઉજવણી કે લોકોને ભેગા કરવા પર સખત પ્રતિબંધ છે. માત્ર?રેકોર્ડ કરેલા સ્તવનો કે સ્તવનોની સીડી, ડીવીડી, કેસેટ ટેપ કે મોબાઇલ મારફતે વગાડવા. પોતાના મોઢાથી જાહેરમાં કે ભાવનામાં ગાઈ શકશે નહીં. ધાર્મિક ક્રિયાઓમાં વપરાતી કોમન શેતરંજી વાપરી શકાશે નહીં. કોઇપણ જાતની પ્રભાવના, પ્રસાદ કે ઠંડી-ગરમ વસ્તુ સરબત કે દૂધ હાથોહાથ દેવા નહીં. ધાર્મિક સ્થળોના સંચાલકો ગંદકી ન ફેલાય અને રોગચાળો ન ફેલાય તે માટે પગલાં લેવાં જવાબદાર રહેશે. ધાર્મિક સ્થળોના ગર્ભગૃહ કે ગંભારા, પૂજા-ભાવના સ્થળો વારંવાર સાફ કરાવવા. પર્યુષણ પર્વ દરમ્યાન ક્યાંય પણ?સમૂહમાં ભેગા થવું નહીં. સમૂહ ભોજન-સંઘ જમણ યોજી શકાશે નહીં. કલ્પસૂત્ર-પારણાં, વરઘોડા તથા રાત્રિ?જાગરણ યોજી શકાશે નહીં. કચ્છથી મુંબઇ દેશાવર અને મુંબઇ-દેશાવરથી કચ્છની મુસાફરી કે પ્રવાસ ટાળવા, કાયદાનો ચુસ્તપણે અમલ કરવો અને ઘરમાં સુરક્ષિત રહી કોરોનાથી બચો તેવી જૈન સમાજને આ ત્રણે પૂર્વ ધારાસભ્યો દ્વારા આગ્રહભરી અપીલ કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer