ડીપીટીમાં લેબર ટ્રસ્ટીપદ માટે એચ.એમ.એસ. દ્વારા નામ મુકાયું

ગાંધીધામ, તા. 3 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી બોર્ડમાં બે લેબર ટ્રસ્ટીની તાજેતરમાં નિયુક્તિ થઇ પરંતુ તે દરમ્યાન વરિષ્ઠ ટ્રસ્ટી મનોહર બેલાણીનું અવસાન થયું હોવાથી હવે તેમના સ્થાને એચ.એમ. એસ. યુનિયને મુકેશ વાસુનું નામ બહુમતીથી આગળ કર્યું છે.લેબર ટ્રસ્ટી અને ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચ. એમ. એસ.)ના અધ્યક્ષ એલ. સત્યનારાયણના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટીપદ માટે સંગઠનમાં ડીપીટીના દરેક વિભાગના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરાઇ હતી. બહુમતી સભ્યોએ આ પદ માટે મુકેશ વાસુની તરફેણ કરી હતી. સંગઠન વતી આજે પ્રશાસનને આ માટેનો ઔપચારિક પત્ર સોંપી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ વાસુની સંગઠન પ્રત્યેની કામગીરી તથા વિવિધ ક્ષેત્રના અનુભવને લઇને તેમની પસંદગી થઇ હોવાનું જાણવા મળ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer