આઇપીએલનો બહિષ્કાર કરો : આરએસએસ

નવી દિલ્હી, તા. 3 : યૂએઇમાં રમાનાર આઇપીએલમાં બીસીસીઆઇ દ્વારા ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની મોબાઇલ ફોન કંપની વીવોને ચાલુ રાખવાના નિર્ણયનો દેશવ્યાપી વિરોધ થઇ રહ્યો છે. આરએસએસ સાથે સંબંધ ધરાવતા સ્વદેશી જાગરણ મંચે આ ટી-20 લીગનો બહિષ્કાર કરવાની લોકોને અપીલ કરી છે. સ્વદેશી જાગરણ મંચ કહે છે કે આઇપીએલ દ્રારા ચીની કંપની સાથે કરાર ચાલુ રાખવાનો નિર્ણય ચકિત કરનારો છે. જે આપણા શહીદ થયેલા જવાનો માટે અપમાનજનક છે. આપણો દેશ જયારે આપણી અર્થવ્યવસ્થામાં ચીની માલનું પ્રભુત્વ ખતમ કરવા મહેનત કરી રહ્યંy છે, ત્યારે બીજી તરફ બીસીસીઆઇ ચીની રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહિત કરી રહી છે. આરએસએસના સ્વદેશી જાગરણ મંચે બીસીસીઆઇને આ સંબંધે પુર્નવિચાર કરવા અપીલ કરી છે. આ ઉપરાંત કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેન્ટ) દ્વારા પણ ઉગ્ર વિરોધ થયો છે. બીસીસીઆઇના ચીની કંપનીઓનો સાથ ચાલુ રાખવાના નિર્ણયના વિરૂધ્ધમાં કેન્ટ દ્વારા ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને એક પત્ર લખીને આઇપીએલને મંજૂરી ન આપવાની અપીલ કરી છે. આ જાણકારી કેન્ટના અધ્યક્ષ બીસી ભરતિયાએ આપી છે. તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી છે કે ચીની કંપની સાથે આઇપીએલ જોડાયેલું હોવાથી તેનો બહિષ્કાર કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે બીસીસીઆઈ પૈસાનું ભુખ્યું છે. ભારત સરકાર એક બાજુ ચીની એપ પર પ્રતિબંધ મુકી રહ્યંy છે અને કેટલીક રાષ્ટ્રીય યોજનામાંથી ચીની કંપનીના કોન્ટ્રાકટ રદ કરી રહ્યંy છે. તો બીજી તરફ બીસીસીઆઇ ચીની કંપની સાથે હાથ મિલાવી રહ્યંy છે. જે દેશહિતમાં નથી. આથી લોકો આઇપીએલનો વિરોધ કરે તેવી અપીલ કેન્ટના અધ્યક્ષે કરી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અનેક લોકો બીસીસીઆઇના આ નિર્ણયનો વ્યાપક વિરોધ કરીને આ વખતે આઇપીએલનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહયા છે. લોકો કહે છે કે લડાખ સરહદે આપણા જવાનો સાથે દગાખોરી કરનાર ચીન સાથે આપણે સંબંધ તોડી ચૂકયા છીએ, પણ બીસીસીઆઇ પૈસા ખાતર ચીની કંપની સાથે સંબંધ બનાવી રાખે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer