અંજારના વિવિધ વિસ્તારમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્ર દોડયું

અંજાર, તા. 3 : આજે અંજારમાં મનસુખલાલ હીરજી જેતપરિયા (ઉ.વ.58) (સંપર્કથી સંક્રમિત) રત્નદીપ  સોસાયટી, ગાયત્રી ચાર રસ્તા પાસે, કાસમશા ભુરાશા શેખ (ઉ.વ. 43), એકતાનગર, મસ્જિદ પાસે, જિજ્ઞાબેન ધર્મેશ પલણ (ઉ.વ. 40), 93-95, યોગેશ્વરનગર, વિમલાબેન  દિનેશભાઇ સંઘવી (ઉ.વ. 51),137 - જેસીસનગર, સાલેમામદ ખત્રી (ઉં.વ. 65), 27 શિવશક્તિ સાસાયટીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંજાર નગરપાલિકા પ્રમુખ રાજેશ ઠક્કર, તાલુકા ટીએચઓ ડો. રાજીવ અંજારિયા, પી.આઇ. એ.જી. સોલંકી, પાલિકાના કચેરી અધીક્ષક ખીમજી સિંઘવ, સેનિટેશન ચેરમેન દીપક આહીર, સેનિટેશન ઇન્સ્પેકટર તેજપાલ લોચાણી, રશ્મિન ભીન્ડે, આરોગ્ય ટીમના ડો. અમીબેન રાઠોડ, ડો. જશરાજ ભાનુશાલી, ડો. આરતીબેન વાસાણી, ડો. પ્રજ્ઞેશ સંજોટ, તાલુકા સુપરવાઇઝર શામજીભાઇ આહીર વગેરે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તે વિસ્તારોને સેનિટાઇઝ તથા કન્ટેઈનમેન્ટ અંગેની કામગીરી હાથ ધરી હતી. તેવી માહિતી પ્રાંત અધિકારી ડો. વી. કે. જોશી, મામલતદાર એ.બી. મંડોરી, ચીફ ઓફિસર સંજય એસ. પટેલ, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઇ સોરઠિયા, શાસકપક્ષના નેતા ડેનીભાઇ આર. શાહ દ્વારા અપાઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer