રાપર તાલુકાના સહકારી આગેવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાપર, તા. 3 :વાગડ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. અગાઉ રાપર પાલિકાના સદસ્ય પ્રવીણભાઇ ઠક્કર, રાપર નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન સિયારિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ ખાતે સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા રાપર તાલુકાના સહકારી આગેવાન વાડીલાલ રતનશી સાવલા કે જેઓ રાપર તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન અને રાપર તાલુકા બજાર સમિતિના ડાયરેક્ટર અને સુવઇના માજી સરપંચ છે. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે રાપરમાં એકતાનગર ખાતે રહેતા આ આગેવાનોના સંપર્કમાં આવેલા લોકો અને આગેવાનોને આરોગ્ય તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન કરવા માટે કવાયત હાથ?ધરી છે. કચ્છ?ભાજપના પૂર્વ પ્રમુખ?અને રાપર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા સેલ્ફ ક્વોરેન્ટાઇન થયા હોવાનું જાણવા મળ્યું હતું. અયોધ્યાપુરી ખાતે આજે 65 વર્ષીય હસમુખ શાંતિલાલ પૂજનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર માટે આદિપુરની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. ટીએચઓ ડો. પૌલ અને આરોગ્ય ટીમે આસપાસના વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી હોમ ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer