લારીવાળા ફેરિયાઓને બાગાયત ખાતાં દ્વારા વિનામૂલ્યે છત્રીનું વિતરણ

ભુજ, તા. 3 : આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત લારીમાં રાખેલાં ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા કચ્છ જિલ્લાના નાના વેચાણકારોને/ લારીવાળા ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે. ફળ, શાકભાજી અને ફુલપાકોનું તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતા/હાટ બજારમાં વેચાણ કરતા/ લારીવાળા ફેરિયાઓને બાગાયત ખાતાં દ્વારા વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતની નકલો તેમજ સંબંધિત ગ્રામસેવકનો ફળ, શાકભાજી, ફૂલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી નાયબ બાગાયત નિયામક, રૂમ નં 320, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે રજૂ કરવી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer