વાગડમાં જરૂરતમંદોને રાશન-કિટ તથા માસ્કનું વિતરણ

વાગડમાં જરૂરતમંદોને રાશન-કિટ તથા માસ્કનું વિતરણ
રાપર, તા. 2 : વાગડના અતિ ગરીબ પરિવારોને રાશનકિટનું વિતરણ તેમજ 200 માસ્કનું વિતરણ કરવા સાથે સેવાકીય પ્રવૃત્તિવાળા મંડળો તથા દાતાઓને આગળ આવવા અપીલ કરાઈ હતી. કોરોના વાયરસના કારણે દેશમાં થયેલા લોકડાઉનને પગલે લોકોના ધંધાઓ ભાંગી પડયા છે ત્યારે વાગડમાં પણ ઘણા પરિવારો એવા છે કે, રોજેરોજનું કમાઈને પોતાના પરિવારનું પેટ ભરે છે. જીવદયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આવા તમામ પરિવારો સુધી પહોંચી 150 રાશનકિટનું શહેરના છેવાડાના વિસ્તારો સુધી પહોંચી વિતરણ કર્યું હતું. શહેરમાં આવેલી બેંકોમાં લેવડ-દેવડ કરવા માટે આવેલા અને લાઈનમાં ઊભેલા લોકોને 200 માસ્કનું વિતરણ કરાયું હતું. આ કિટ વિતરણ અને માસ્ક વિતરણ વ્યવસ્થામાં જીવદયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરેશકુમાર રાઠોડ, ઉ.પ્ર. રાજાભાઈ સોલંકી, મહામંત્રી સુનીલગિરિ ગુસાઈ, આંબાભાઈ મકવાણા, દિનેશભાઈ ચૌહાણ, દિનેશભાઈ મકવાણા વિ. સેવાભાવીઓ સેવામાં જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer