લક્ષ્મી નિવાસ, હેપ્પી હોમ્સ અને હરિૐ પાર્કના રહીશો માર્ગ અને પાણી મુદ્દે બન્યા પરેશાન

લક્ષ્મી નિવાસ, હેપ્પી હોમ્સ અને હરિૐ પાર્કના રહીશો માર્ગ અને પાણી મુદ્દે બન્યા પરેશાન
માધાપર (તા. ભુજ), તા. 2 : લવાસા સોસાયટીથી લક્ષ્મી નિવાસ, હેપ્પી હોમ્સ અને હરિઓમ પાર્ક સોસાયટી સુધીના રોડ તથા પાણી બાબતે  રહેવાસીઓએ નવાવાસ સરપંચને રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા મુજબ ઉપરોકત ત્રણેય સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષ રહેણાંક તરીકે શરૂ થયેલા છે, પરંતુ હજુ સુધી પાણી અને રસ્તા જેવી માળખાંકીય સુવિધાઓથી વંચિત છે. ઇન્દ્રવિલાથી ગોકુલધામ જતાં સોસાયટીઓમાં આવવાનો સામાન્ય રસ્તો હતો, જેના ઉપર છેલ્લા એક વર્ષથી પત્થર અને માટી નાખી કામગીરી અધૂરી છોડી દેવાતાં હવે કાંકરા બહાર આવી જવાથી અવાર-નવાર વાહનચાલક પડી જવાથી અસ્થિભંગ સાથે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ઉપરાંત જાનહાનિ થવાની પણ પૂરી શક્યતાઓ છે. ત્રણેય સોસાયટીમાં પાણી પણ પંચાયત તરફથી અપાતું નથી, જેથી મજબૂરીમાં બોરવેલના પાણીનો ઉપયોગ કરવો પડે છે જે કાંયાવાળું હોવાથી શારીરિક તકલીફો થાય છે. આ બાબતે અવાર-નવાર મૌખિક રજૂઆતો કરવા છતાં ઉકેલ આવ્યો નથી, જેથી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી સમસ્યા ઉકેલાય તેવી માંગ રહેવાસીઓ દ્વારા કરાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer