મુંબઈમાં ઈન્ફેકશન કન્ટ્રોલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કચ્છી યુવતી

મુંબઈમાં ઈન્ફેકશન કન્ટ્રોલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કચ્છી યુવતી
મુંબઈ, તા. 2 : મૂળ માંડવીના હાલે ભુજ રહેતા નિવૃત્ત મામલતદાર વિનોદચંદ્ર જેઠાલાલ શાહ અને વીણાબેનની પુત્રી ડો. ઉર્વિ જિગર ઝોટા મુંબઈની એસ.એલ. રાહેજા હોસ્પિટલમાં ઈન્ફેકશન કન્ટ્રોલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહી છે. કોરોના મહામારી વચ્ચે એમ.ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ડો. ઉર્વિની અગત્યની ભૂમિકા કોરોના દર્દીઓને સારવાર આપતા હોસ્પિટલના આરોગ્ય ડોકટરો-કર્મચારીઓને ઈન્ફેકશનથી  બચાવવાની તેમજ હોસ્પિટલમાં કોરોનાનું ઈન્ફેકશન ન ફેલાય તે જોવાની જવાબદારી તેમના શિરે છે. ડો. ઉર્વિને કોરોના દર્દીના તમામ સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવાના છે. હાલ તેમના સામે કોરોના સિવાયના દર્દીની સારવાર કરવાનું પણ પડકારભર્યું કાર્ય છે.આ ઉપરાંત તેમના પતિ જિગર ઝોટા પણ હાલ એશિયન કેન્સર ઈન્સ્ટિટયૂટમાં ઈન્ટરવેશનલ રેડિયોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ રાપરના સ્વ. વસંતકુમાર ધીરજલાલ તથા કંચનબેનના પુત્ર છે, તેમજ અંજારના જાણીતા ફિઝિશિયન ડો. વીરેન્દ્ર ઝોટાના ભત્રીજા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer