લઘુતમ પારો 30 ડિગ્રી નજીક પહોંચ્યો

ભુજ, તા. 2 : મંદ પડેલી પવનની ગતિ અને વાતાવરણમાં વધેલા ભેજના કારણે જિલ્લામાં અનુભવાઈ રહેલા અસહ્ય બફારાથી જનજીવન આકુળવ્યાકુળ બની ગયું છે. બફારાથી ત્રસ્ત લોકો હવે મન મૂકીને વરસાદ ક્યારે વરસશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. મહત્તમની સાથે લઘુતમ પારો ઊંચકાતાં ન માત્ર દિવસે બલકે રાત્રિના ભાગે પણ બફારો-ઉકળાટ લોકો અનુભવી રહ્યા છે. આજે કંડલા પોર્ટમાં 36.9 ડિગ્રી મહત્તમ સામે 28.8 ડિગ્રી લઘુતમ તો કંડલા(એ)માં 36.6 ડિગ્રી મહત્તમ સામે 28.8 ડિગ્રી લઘુતમ તો ભુજમાં 36 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 28.4 ડિગ્રીએ અટક્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમના પગલે રાજ્યની સાથે કચ્છમાં વરસાદની ઉજળી શક્યતા સર્જાયાનું હવામાન વિભાગના વર્તારામાં જણાવાયું છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer