શ્રાવણિયા તહેવારો મનાવતા પહેલાં ચેતજો

ભુજ, તા. 2 : શ્રાવણી તહેવારોની હારમાળા શરૂ થઇ?રહી છે ત્યારે કોરોનાકાળમાં આ તહેવારોના સમય દરમિયાન જ વિશેષ તકેદારી દાખવવી હિતાવહ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. આ વખતે ભલે કોરોનાનો પ્રભાવ શ્રાવણ માસના દરેક તહેવાર પર વર્તાવાનો છે. કેમ કે  તમામ મેળાઓ રદ કરી દેવાયા છે, તો શ્રાવણમાં થતી અન્ય તમામ પ્રકારની ઉજવણી મોટા ભાગે ઘરમાં રહીને કરવાની અપીલ કરવા સાથે ખાસ કરીને મંદિરોમાં  દર્શન કરવા સમયે સામાજિક અંતર જાળવવાની ખાસ સૂચના આપવામાં આવી છે. આમ છતાં તહેવારોના આ સમયગાળામાં બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાવતી ભીડના દૃશ્યો હોય કે પછી તહેવારની સાથે રજાના જામેલા માહોલના કારણે હરવા-ફરવાના સ્થળે જામતો લોકમેળાવડો હોય. આ તમામમાં ક્યાંકને ક્યાંક  કોરોના સંક્રમણને વધુ ફેલાવવાનું નોતરું મળી રહ્યાની વાત અવાર-નવાર અનેક સ્તરથી કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન પણ તહેવારોની ઉજવણી કાળજીપૂવક કરવા અનુરોધ કરી ચૂક્યા છે. આમ છતાં કોરોનાના કેસોમાં જે રીતનો ઉછાળો છૂટછાટો મળ્યા બાદ આવ્યો છે એ જોતાં જો રક્ષાબંધન, સાતમ-આઠમ, ગણેશોત્સવ સહિતના આવનારા દિવસોમાં યોજાનારા ઉત્સવોના સમય દરમિયાન તકેદારીનાં પગલાં ભરવાની કાળજી રાખવામાં જરા સરખીય ચૂક દેખાડવામાં આવશે તો એ ભારે પડી શકે તેવી વાત જાગૃતો દ્વારા કરવામાં આવી છે. હવે અનલોકનો ત્રીજો  તબક્કો શરૂ થઇ?ચૂક્યો છે અને છૂટછાટો પણ?અગાઉના બે તબક્કાની તુલનાએ વધી છે ત્યારે  જેટલી સાવધાની રાખવામાં આવશે તેટલું લોકોના હિતમાં રહેશે. મહત્ત્વની બાબત એ છે કે, બાગ-બગીચા, પ્રવાસન સ્થળો હજુય બંધ રાખવાની સૂચના હોવા છતાં ક્યાંકને ક્યાંક તેને દરકિનાર કરવામાં આવતું હોવાનું દેખાઇ રહ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer