આજથી ગડામાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર

ભુજ, તા. 2 : કચ્છમાં કોરોનાના સંક્રમણના વધતા વ્યાપ વચ્ચે ભુજ તાલુકાના ગડા ગામે 50 બેડની ક્ષમતાવાળા કોવિડ કેર સેન્ટરને વિધિવત મંજૂરી મળી જવા સાથે સોમવારથી આ સેન્ટર વિધિવત રીતે કાર્યરત કરી દેવાશે તેવી વિગતો જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા આપવામાં આવી હતી. ડીડીઓએ પાઠવેલી યાદીમાં જણાવ્યાનુસાર કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા વિધિવત મંજૂરી આપવા સાથે સૂચિત આદેશની અમલવારી શરૂ કરી દેવાશે. ગડા પાટિયા સ્થિત આ કોવિડ?કેર સેન્ટરમાં 50 આઇસોલેશન વોર્ડ બનાવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટેના વિધિવત કરાર પણ કરવામાં આવ્યા છે. તો કોરોના પોઝિટિવ દર્દીઓને ખાનગી દવાખાનામાં પેમેન્ટ બેઝીસ સારવાર મળી રહે તેવા હેતુ સાથે ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલને સારવાર માટેની મંજૂરી જિલ્લા સમાહર્તા દ્વારા આપવામાં આવી હતી. આગામી દિવસોમાં જરૂરિયાત અનુસાર નવી હોસ્પિટલને સારવાર સંબંધે મંજૂરી આપવા તેમજ નવા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer