વિધવાઓની ફરિયાદ પ્રશ્ને ટપાલ કચેરી રજૂઆત સાંભળતી નથી

ભુજ, તા.2 : કચ્છની વિધવાઓની ટપાલ કચેરીને લગતી ફરિયાદો મળતાં વડી કચેરીએ રજૂઆત કરવા ગયેલા સામાજિક કાર્યકરે તેમને પણ ઉદ્ધત વર્તનનો ભોગ બનવું પડયું હોવાનો આક્ષેપ કર્યો હતો. જન સેવા સંઘ અને પબ્લિક એસો.ના પ્રમુખ મંગલ કે. રબારીએ યાદીમાં જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં તેમની પાસે વિધવાઓની પોસ્ટ ઓફિસને લગતી રજૂઆત આવતાં તે સમયે પોસ્ટ માસ્તર અને નાયબ પોસ્ટ માસ્તર હાજર હતા. તેમને મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી. મારી લેખિત રજૂઆત સ્વીકારવાનો ઈન્કાર કરી દેવાયો હતો. પોસ્ટ સુપરિ. મહેશ પી. પરમારને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા શ્રી રબારીએ લેખિત રજૂઆત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer