ગાંધીધામમાં યોજાઇ ઓનલાઇન હીંચકા સજાવટની અનોખી સ્પર્ધા

ગાંધીધામ, તા. 2: અહીંના અગ્રવાલ મહિલા સંગઠન દ્વારા ત્રીજના ઉત્સવ નિમિત્ત અનોખી ઓનલાઇન હીંચકા સજાવટ હરીફાઇનું આયોજન કરાયું હતું. સંસ્થાની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આ હિંચકા સજાવટ સ્પર્ધા ઉપરાંત હાઉઝીની ટિકિટ બનાવવાની હરીફાઇ પણ યોજાઇ હતી. મહિલાઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ હાઉઝી પણ ઓનલાઇન રમાડાઇ હતી. સંસ્થાના અધ્યક્ષ શિલ્પા બજાજ, ઉપાધ્યક્ષા પાયલ બિંદલ, મંત્રી શિખા ગોયલ, કોષાધ્યક્ષ ઉમા બંસલે આયોજન સંભાળ્યું હતું. આ નવતર હરીફાઇને મહિલાઓએ આવકાર આપ્યો હતો તેવું આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer