ભુજના એ પરિવારનો ડખો ફરી વકર્યો : પુત્ર અને પુત્રવધૂનો સસરા પર હુમલો

ભુજ, તા. 2 : શહેરમાં મુંદરા રિલોકેશન સાઇટ ખાતે ઓધવપાર્ક-1માં રહેતા પરિવારનો આંતરિક ડખો ફરી એકવાર પોલીસના ચોપડે ફોજદારી ફરિયાદના સ્વરૂપમાં ચડયો હતો. આ ઘટનામાં 71 વર્ષની વયના દિનેશ હરિરામ ઠકકરને તેમના પુત્ર હિરેન અને પુત્રવધૂ રીનાબેને સાણસીથી માર મારીને છરો બતાવ્યો હોવાનું લખાવાયું છે. તમે તેલ કેમ લઇ આવ્યા નથી તેવું પુત્રવધૂએ સસરાને કહયા પછી આ મામલે આ સમગ્ર ડખો થયો હોવાનું ફરિયાદને ટાંકી પોલીસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિવારનો ડખામાં અત્યાર સુધી ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer