ભુજ-માંડવી માર્ગે ટ્રેઇલર ટ્રક પુલિયામાં ખાબકી : યુવાન બેભાન હાલતમાં મળ્યો

ભુજ, તા. 2 : ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર ખત્રી તળાવ નજીકના પુલિયામાં ટ્રેઇલર ટ્રક ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક પાસેથી એક યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આજે બપોરે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભોગ બનનારા યુવકને 108 મારફતે બેભાન હાલતમાં ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો. મોડી સાંજ સુધી આ ઇજાગ્રસ્તની ઓળખ થઇ શકી ન હતી. ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયાનું મનાઇ રહયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer