અંધેરીની હોસ્પિટલમાં રોગપ્રતિકારકતા વધે તે હેતુથી કચ્છી ડ્રેગન ફ્રૂટ અપાયા

અંધેરીની હોસ્પિટલમાં રોગપ્રતિકારકતા વધે તે હેતુથી કચ્છી ડ્રેગન ફ્રૂટ અપાયા
મુંબઈ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : કોરોનાની મહામારી સામે રક્ષણ મળે એ માટે લોકોને દવા ખાવી પડે છે. અહીં અંધેરીની સેવન હિલ્સ હૉસ્પિટલમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર કચ્છના ડ્રેગન ફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. હૉસ્પિટલમાં આજે શનિવારે બપોરે ઋણાનુબંધ ટ્રસ્ટ તરફથી દાતાના સહયોગથી ડ્રેગન ફ્રૂટ અપાયા હતા. કોરોના વૉરિયર્સ ડૉક્ટરો, દર્દીઓ, નર્સો અને સમગ્ર સ્ટાફને કુલ ત્રણ હજાર નંગ ડ્રેગન ફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓ વિશાલ મહેન્દ્ર ગડા (ખારૂઆ), કલ્પેશ લક્ષ્મીચંદ હરીયા અને સાગર ચંદુલાલ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ઋણાનુબંધ ટ્રસ્ટના વસંતભાઈ ગલીયાએ જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રૂટ ઇમ્યુનિટી બૂસ્ટર છે. અગાઉ કચ્છની ખારેક વહેંચી હતી. સેવન હિલ્સ હૉસ્પિટલ હાલ કોવિડ-19ના દર્દીઓ માટે છે, કોરોનાના અંદાજે 1200 દર્દી માટે બેડ ફાળવાઈ છે. હૉસ્પિટલના ડીન ડૉ. અડસુલે એડીશનલ ડીન ડૉ. સ્મિતા ચવ્હાણ, ડૉ. મહારૂદ્ર, હાર્દિક હુંડીયા લાયન્સ ક્લબ-વિલેપાર્લેના પ્રમુખ છાયાબેન પારેખ અને તેમની ટીમ દીપેન માલદે (લુણી) ભગતભાઈ (ડેપા), લુણીના પીયૂષ ગલિયા તેમ જ પૂર્વી શેઠ, સેવન હિલ્સના કૃષ્ણમૂર્તિ વગેરે હાજર રહ્યા હતા, એમ વસંતભાઈ ગલિયાએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer