ભારત બનશે સ્માર્ટ ફોન નિકાસ હબ

નવી દિલ્હી તા. 1: આત્મનિર્ભર ભારત અને દેશને મેન્યુફેકચરિંગ હબ બનાવવાની દિશામાં સરકાર અવિરત નિર્ણય લઈ રહી છે અને તેની અસર જોવા મળી રહી છે. પ્રોડકશન-લિન્ક્ડ ઈન્સેટિવ (પીએલઆઈ) સ્કીમ 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ પરોક્ષ રોજગારોનું સર્જન થશે એમ ઈલેકટ્રોનિકસ અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતું.મોબાઈલ અને ઈલેકટ્રોનિકસ સંબંધે પીએલઆઈ યોજના માટે બાવીસ કંપનીઓની અરજીઓ સરકારને મળી છે.કમ્પોનન્ટ્સ સ્કીમમાં ચાલીસ કંપનીઓએ રસ દાખવ્યો છે. આ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં રૂા. 11.50 લાખ કરોડના મોબાઈલ ફોન અને કમ્પોનન્ટ્સ બનાવશે, જેમાંના રૂ. 7 લાખ કરોડની કિંમતની પેદાશોની નિકાસ થશે. એપલની બીજી સૌથી મોટી કોન્ટ્રેકટ મેન્યુફેકચરર  કંપની પેગાટ્રોન, સેમસંગ, ફોક્ષફોન હોન હેઈ, રાઈઝિગ સ્ટાર, વિસ્ટ્રોન જેવી કંપનીઓએ આ યોજના માટે અરજી કરી છે. આ કંપનીઓએ આગામી સમયમાં રૂ. 11હજાર કરોડનું રોકાણ કરવા વચન આપ્યા છે ભારતને સ્માર્ટ ફોન નિકાસનું મથક બનાવવા મોદી સરકારે શરૂ કરેલી આ સ્કીમનું બજેટ 41 હજાર કરોડ રૂા.નું છે અને સરકારનું ધ્યેય તેના મારફત દુનિયાની મોટી મોટી કંપનીઓને ભારતમાં રોકાણાર્થે આકર્ષિત કરવાનું છે.ઉપરોકત અરજીઓ હેઠળ ભારતમાં આવતા પાંચ વર્ષમાં રૂ. 1પ હજારથી વધુ કિંમતના 9 લાખ કરોડના મોબાઈલ હેન્ડસેટનું અને રૂ. 1પ હજારથી ઓછી કિંમતના બે લાખ કરોડ રૂા.ના મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન થશે. આ સ્કીમ કોઈ દેશની વિરુદ્ધ નથી એમ જણાવી પ્રસાદે તે દેશનો નામોલ્લેખ ટાળ્યો હતે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer