મથલ, સુખપર રોહા અને પાનધ્રો ખાતે જુગારના દરોડામાં 17 ખેલી ઝડપાયા

ભુજ, તા. 1 : પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં આજે મથલ (નખત્રાણા) અને સુખપર રોહા (નખત્રાણા) તથા પાનધ્રો (લખપત) ખાતે પડાયેલા જુગાર સંબંધી દરોડામાં 17 ખેલી પકડાયા હતા. તેમની પાસેથી રૂા. સતર હજાર જેટલી રોકડ રકમ કબ્જે લેવાઇ હતી.પોલીસે આપેલી માહિતી મુજબ સુખપર (રોહા) ગામે નર્સરી પાસે બાવળની ઝાડીઓ વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર છ જણને રૂા. 6700ની રોકડ સાથે પકડાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ગામના ભીમજી શિવજી ચાવડા, વરમસેડાના રામજી નાનજી જયપાલ, રામપર (રોહા)ના રમેશ ઇબ્રાહીમ કોળી, સુખપર રોહાના રતિલાલ ઉમરશી ચાવડા, નરેશ શિવજી કોળી અને અનવરશા મહેબૂબશા સૈયદનો સમાવેશ થાય છે. બીજી બાજુ મથલ ગામે બસ સ્ટેન્ડ પાછળ જૂના આરોગ્ય કેન્દ્ર સામે ખુલ્લામાં ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર છ જણને રૂા. 6460ની રોકડ સાથે પકડાયા હતા. આ કિસ્સામાં જેમને પકડાયા છે તે આરોપીમાં ગામના જ ઓસમાણ જુશબ કુંભાર, ભખર આચાર સાટી, રમજાન હારૂન સાટી, ઇશા સિદિક લુહાર, મામદ મીઠુ હજામ, કેશા મનુ કુંવટ અને અકબર ઇબ્રાહીમ ચાકીનો સમાવેશ થાય છે.જ્યારે પાનધ્રો ખાતે અનુસૂચિત જાતિ વાસમાં ગરબી ચોક ખાતે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમવાના આરોપસર ચાર ખેલીને રૂા. 4640 સાથે કાયદાની ઝપટે લેવાયા હતા.આ સ્થળેથી  પાનધ્રોના કાનજી ધનજી ભદ્રન, રામપુરી શંભુપુરી ગોસ્વામી અને રમેશ માયા સોલંકી અને નારાયણ સરોવરના ખમીશા અલાના કોળીને પકડાયા હતા, તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer