વિથોણની જેમ નખત્રાણાને પણ સાત દિવસ બંધની જરૂર

નખત્રાણા, તા. 1 : શુક્રવારે તાલુકાના વિથોણ ગામે સંક્રમિત કોરોનાના બે કેસ આવતાં વિથોણ ગામના વેપારીઓએ સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળવાનો નિર્ણય લીધો છે. તેમ નખત્રાણામાં પણ અડધો દિવસ બંધ પાળવામાં આવે તો સ્થાનિક ટ્રાન્સમિશન ટાળી શકાય તેમ છે. કોરોનાના કેસો નખત્રાણામાં નોંધાય છે જે લોકલ ટ્રાસ્ટમિટ છે, ટ્રાવેલ હિસ્ટ્રી નથી. માટે નખત્રાણામાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે લોકોના હિતો નજર સમક્ષ રાખી નખત્રાણામાં વેપારીઓ બપોર પછી સ્વયંભૂ બંધ રાખે તો નખત્રાણામાં બહારથી આવતા ચેપ ન ફેલાય. નખત્રાણામાં પણ કોરોના પોઝિટિવ કેસો આવ્યા છે તે માત્રને માત્ર લોકલ ટ્રાન્સમિશનના છે, તેની કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. તેમજ કાયદાની આટલી કડકાઇ છતાં લોકો સામાજિક અંતર રાખતા, નથી, માસ્ક પહેરતા નથી. માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચેમ્બર્સ તેમજ વેપારી મંડળે નિર્ણય લેવો હિતાવહ છે, જો સંક્રમણ ફેલાશે તો તંત્ર દ્વારા કાબૂમાં લેવાનું મુશ્કેલ થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer