અબડાસા વિસ્તાર માટે દોઢ કરોડનાં ત્રણ તળાવ અને 11 ચેકડેમ મંજૂર

નખત્રાણા, તા. 1 : રાજ્ય સરકાર દ્વારા અબડાસા મતવિસ્તારના ત્રણ તળાવ અને 11 ચેકડેમના રૂા. 1.52 કરોડના કામોને વહીવટી મંજૂરી આપી છે.પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરતાં તેમણે સિંચાઇ વિભાગના સચિવ શ્રી યાદવ અને મુખ્ય ઇજનેર ડો. વ્યાસને સૂચના આપી આ કામોને તાત્કાલિક મંજૂરી આપી જળસંગ્રહ થકી ખેડૂતો તેમજ જંગલી પશુઓ અને પ્રાણીઓની ખૂબ જ ઉપયોગી થશે તેવું જણાવતાં પૂર્વ ધારાસભ્ય શ્રી જાડેજાએ અબડસા મતવિસ્તાર વતી સરકારનો આભાર માન્યો હતો.નખત્રાણા તાલુકાના ત્રણ તળાવો રૂા. 59.63 લાખના ખર્ચે મંજૂર કરાયા, જેમાં નાની ખોંભડીમાં દાદા મેકરણ (સાલેપીર) સ્ટોરેજ તળાવ બાંધવાના કામ માટે રૂા. 22.63 લાખ, પલીવાડમાં નવું તળાવ બનાવવા રૂા. 10 લાખ, ઐયરમાં અલૈયાવાળું તળાવ સુધારણા માટે રૂા. 27 લાખ.અબડાસા તાલુકાના 11 ચેકડેમો રૂા. 92.44 લાખના ખર્ચે મંજૂર કરાયાં જેમાં વમોટી નાનીના ગાંધારી ચોરૂ ચેકડેમ માટે રૂા. 11 લાખ, મીટી ચેકડેમ માટે રૂા. 7 લાખ, વમોટી મોટી માટે રૂા. 7 લાખ, શીરૂવાંઢના ચેકડેમ એક અને બે માટે આઠ-આઠ લાખ, લઠેડી માટે રૂા. 5.78 લાખ, જબરાવાંઢ માટે રૂા. 7.65 લાખ, દબાણના મોટાપીર માટે રૂા. 8.68 લાખ, વાઘાપદ્ધર માટે રૂા. 9.68 લાખ, નાંગિયાના ચેકડેમ-1 માટે રૂા. 8.69 અને બે માટે રૂા. 9.70 લાખનાં કામને મંજૂરી અપાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer