વરસામેડીમાં યુવાન, મુંદરામાં યુવતીનો આપઘાત

ગાંધીધામ, તા. 1 : આ સરહદી જિલ્લામાં અકસ્માત અને માર્ગ અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં  ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. અંજાર તાલુકાના વરસામેડીમાં ગળેફાંસો ખાઈ જતા જુનુ કનૈયાલાલ મિશ્રા(ઉ.33)એ, મુંદરામાં રાધા ઉર્ફે સન્નુ રાજારામ તિવારી(ઉ.20)એ  આંખો મીંચી લીધી હતી. તેમજ રાપર-નંદાસર માર્ગે ટેક્ટરની હડફેટે આવેલા   હઠુભા સુજાજી સમા(ઉ.34)નું મોત થયું હતું.પોલીસના સત્તાવાર સાધનોએ  વિગતો આપતાં જણાવ્યું હતું કે, વરસામેડીમાં  આવેલી ગુજરાત કોલોની, વેલ્સપનમાં આજે સવારે 8 વાગ્યાના અરસામાં જુનુ કનૈયાલાલ મિશ્રાએ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીંદગીનો અંત આણ્યો હતો. અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. તૃપ્તિબેન ધાનાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. હતભાગીએ કયા કારણોસર આત્મઘાતી પગલું  ભરી લીધુ હશે તે અંગે પી.એસ.આઈ. ગોપાલસિંહ વહુનિયાએ આગળની તપાસ હાથ ધરી છે. મુંદરામાં અંબિકાનગરમાંરહેતા રાધા ઉર્ફે સન્નુ રાજારામ  તિવારી (ઉ.20)એ તેમના  ઘરના રૂમમાં ગઈકાલે સાંજના 7.30થી 8 વાગ્યાના અરસામાં  કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા.દરમ્યાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અકસ્માત મોતનું કારણ શોધવા અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. રાપર તાલુકાના રાપર -નંદાસર માર્ગ ઉપર આઈનાજ મિલ પાસે તા.30/7ના સવારે 10 વાગ્યાના અરસામાં ટ્રેક્ટર જીજે. 12.ડી. જી. 0863એ મોટર સાઈકલ લઈનેજતા હઠુભા સુજાજી સમા (ઉ.34)ને હડફેટે લેતાં તેમને  માથાંના તથા છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે અબ્દુલભાઈ સુજાજી સમાએ ફરિયાદ ટેક્ટર ચાલક વિરુદ્ધ ગુનોનોંધાવ્યો હતો.અકસ્માત કરી ચાલક ટેક્ટર બનાવ સ્થળે મૂકીને નાસી ગયો હતો. આ અંગે વધુ તપાસ પી. એસ. આઈ. યુવરાજસિંહ ગોહિલે ચલાવી રહયા છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer