આમારા ફાટક પાસે 550 કિલો ગોળ પોલીસે ઝડપ્યો

ભુજ, તા. 1 : નખત્રાણા તાલુકામાં આમારા ફાટક નજીક નખત્રાણા પોલીસે દરોડો પાડીને છકડામાં લઇ જવાતા રૂા. 16,200ની કિંમતના અખાદ્ય ગોળના જથ્થાને પકડી પાડી આ બાબતે બે જણ સામે વિધિવત ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ આ પ્રકરણમાં છકડાના ચાલક નવાવાસ (રવાપર)ના અબ્દુલ્લકરીમ હુશેન પીંજારા અને તેને આ જથ્થો આપનારા રતડિયા (નખત્રાણા)ના દેવજી લધા પરમાર સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરાઇ હતી. પોલીસે રૂા. 16,400ની કિંમતનો 540 કિલો અખાદ્ય ગોળ અને રૂા. અડધા લાખની કિંમતનો છકડો કબજે લીધાં હતાં. બન્ને આરોપી સામે કોન્સ્ટેબલ રૂદ્રાસિંહ જાડેજાએ ગુનો દાખલ કરાવ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer