રામમંદિર ભૂમિપૂજનનો અવસર કચ્છમાં દીપોત્સવ જેમ ઊજવાશે

ભુજ, તા. 1 : અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ભવ્ય રામમંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યંy છે ત્યારે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 5 ઓગસ્ટના દીપોત્સવ ઊજવાશે. વિ.હિ.પ. કચ્છ વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાની યાદીમાં જણાવામાં આવ્યું હતું કે, 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય રામમંદિરના થનારા ભૂમિપૂજનની સાંજે દરેક હિન્દુઓને પોત-પોતાના ઘરે દીપ પ્રાગટય કરીને દીપોત્સવની જેમ ઉજવણી કરવા આહ્વાન કરાયું છે. ભૂમિપૂજનના દિવસે સવારે 11 વાગ્યે સંતો-મહંતો પોતે પોતાના મઠ મંદિરોમાં શંખનાદ-આરતી, રામભજન સાથે ઉજવણી કરશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 500 વર્ષ?બાદ અને અનેક પેઢીઓના સંઘર્ષ?બાદ ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે. વિશ્વ હિન્દુ પરિષદે 1984માં આ આંદોલનને વેગ આપ્યો હતો. અનેક કારસેવકોએ પોતાના બલિદાનો આપ્યા છે ત્યારે તેમને પણ આ દીપોત્સવ દ્વારા શ્રદ્ધાંજલિ પ્રાપ્ત થશે. ગુજરાતમાંથી આ ભવ્ય મંદિરના ભૂમિપૂજન માટે કચ્છના 100 જેટલા પવિત્ર સ્થળના જળ અને માટી વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ દ્વારા અયોધ્યા ખાતે પહોંચતા કરવામાં આવ્યા છે.5 ઓગસ્ટ ભુજ રામધૂન ખાતે 1992ની કારસેવામાં ગયેલા રામભક્તો દ્વારા આરતી-પૂજન અને જયઘોષ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.ચીમનભાઈ કંસારા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, સંઘ-વિ.હિ.પ.ના અગ્રણીઓ હાજર રહેશે. આ પવિત્ર મંદિરમાં કોઈ પણ યથાશક્તિ પ્રમાણે કાઈ દાન આપવું હોય તો સીધા રામમંદિર ટ્રસ્ટના ખાતા નં. SB A/C No. 39161495808 - CURRENT A/C No. 39161498809, IFSC CODE SBIN0002510 પર મૂકવા વિનંતી. સમગ્ર કચ્છમાં આ કાર્યક્રમની ઉજવણીની વ્યવસ્થામાં વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયા, વિભાગ સહમંત્રી દેવજીભાઈ મૈયાત્રા, પૂર્વ કચ્છ અધ્યક્ષ અવિનાશભાઈ જોશી, મંત્રી મહાદેવભાઈ વીરા, પશ્ચિમ કચ્છમાં અધ્યક્ષ ચેતનભાઈ ઠાકર, મંત્રી ચંદુભાઈ રૈયાણી, કેતનભાઈ સોની સાથે જિલ્લા પ્રખંડની ટીમો અવિરત કામ કરી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer