ભુજના નિવૃત્ત શિક્ષિકા દ્વારા માધાપર વૃદ્ધાશ્રમને દોઢ લાખનું દાન

ભુજના નિવૃત્ત શિક્ષિકા દ્વારા માધાપર વૃદ્ધાશ્રમને દોઢ લાખનું દાન
માધાપર (તા. ભુજ), તા. 31 : અત્રેના હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમને ભુજના નિવૃત્ત શિક્ષિકા દમયંતીબેન શામજીભાઈ જોબનપુત્રા તરફથી રૂા. એક લાખ એકાવન હજારનું દાન અપાયું હતું. આ અંગે સંસ્થાના મંત્રી જયંતીલાલ દૈયાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા 62 વૃદ્ધોની લેવાતી સંભાળ અને અન્ય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને દમયંતીબેને એક રૂમના નામકરણ માટે દોઢ લાખ રૂપિયા સંસ્થાને દાન આપ્યું છે. તેમના આ કાર્યને બિરદાવી સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મીરાણી, ટ્રસ્ટી શશિકાંતભાઈ, વિનોદભાઈ, મંત્રી જયંતીભાઈ દૈયાની ઉપસ્થિતિમાં બહુમાન કરીને સન્માનિત કરાયા હતા. દાતા પરિવારના વિનોદભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ, મોહનભાઈ જોબનપુત્રા ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer