ભુજમાં એસ.ટી. કર્મચારીઓ માટે રોગ પ્રતિકારની ગોળીઓના વિતરણ સાથે તંત્રના વડાનું સન્માન

ભુજમાં એસ.ટી. કર્મચારીઓ માટે રોગ પ્રતિકારની ગોળીઓના વિતરણ સાથે તંત્રના વડાનું સન્માન
ભુજ, તા. 21 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના-કચ્છ દ્વારા કોરોના વોરિયર્સના સન્માન તથા હોમિયોપેથી ટેબ્લેટ વિતરણ એસ.ટી. કચ્છ વિભાગના વિવિધ ડેપોના કર્મચારીઓ માટે એસ.ટી. વિભાગ મજદૂર સંઘ સાથે રહી કરાયું હતું. વિવિધ સરકારી કર્મચારીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ વિભાગીય વડાના સન્માનના કાર્યક્રમ અંતર્ગત એસ.ટી.ના કર્મચારીઓ માટે ભુજ ડેપોમાં કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆતમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન સ્થાનિક એસ.ટી. મજદૂર સંઘના કાર્યકર્તાઓ દ્વારા ઉપસ્થિત આર.એસ.એસ. વિભાગ સંઘચાલક નવીન વ્યાસ તથા વિભાગ સંપર્ક પ્રમુખ રાવજી ખેતાણી તેમજ ભારત વિકાસ પરિષદના સુરેશ અજાણી, કમલેશ બક્ષી તેમજ શૈલેશ રાવલનું સ્વાગત કરાયું હતું. વિભાગીય કચેરીના ઉપસ્થિત કંડકટર, ડ્રાઈવર, મેકેનિક તેમજ ભુજ ડેપોના બાકી કર્મચારીઓ કુલ્લ 330 પરિવારો માટે હોમીઓપેથી ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલાં અંજાર, ગાંધીધામના 200 કર્મચારીઓ માટે હોમીયોપેથી ટેબ્લેટ વિતરણ કરાઈ હતી. આગામી દિવસોમાં માંડવી અને નખત્રાણા ડેપો માટે પણ વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમની વ્યવસ્થા ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન લોકલ એસ.ટી. મજદૂર યુનિયનના પ્રમુખ કિરીટસિંહ પરમાર, મહામંત્રી નરેશ વ્યાસ, કોષાધ્યક્ષ લોકેશ નાકર તથા ભરત આહીર, નરેન્દ્ર વ્યાસ, મુકેશ ગોસ્વામી અને જયુભા ઝાલાએ સ્વાગત, સંચાલન તથા આભારવિધિ લોકેશ નાકર દ્વારા કરાયા હતા.દરમ્યાન સેવા સાધના-કચ્છ દ્વારા ભુજ નગરના રહેવાસીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા વિવિધ સોસાયટીઓમાં હોમીયોપેથી ટેબ્લેટનું વિતરણ થયું હતું. મહાવીરનગર વિસ્તાર, માધાપર જૂનો રોડ, કચ્છમિત્ર કોલોની સામે પરિવારો માટે વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન સોસાયટીના રહેવાસીઓ દ્વારા તેમના સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ માટે સહયોગ આપવા મમતાબેન ભટ્ટ તથા હસમુખભાઈ શાહ તથા અન્ય રહેવાસીઓએ વિનંતી કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર્યાવરણ ગતિવિધી દ્વારા રવિવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિભાગ સંઘચાલક નવીન વ્યાસ, ભુજ નગર કાર્યવાહ હેત જોશી, જિલ્લા પર્યાવરણ ગતિવિધી સહ સંયોજક નિકુંજ ત્રિપાઠી સાથે નગર ટીમના કાર્યકરો કમલ ચૌહાણ, દીપક પટેલ, પુનિત પટેલ તથા ભગતસિંહ શાખાના સ્વયંસેવકો જોડાઈ શ્રમયજ્ઞ કરી વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન     કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer