ડોમ્બિવલીમાં કચ્છી ડોક્ટરો કોરોનાગ્રસ્ત : 30 ટકા નોકરિયાતો બેરોજગાર

ડોમ્બિવલીમાં કચ્છી ડોક્ટરો કોરોનાગ્રસ્ત :  30 ટકા નોકરિયાતો બેરોજગાર
કનૈયાલાલ જોશી તરફથી-  મુંબઇ, તા. 10 : કલ્યાણ-ડોમ્બિવલીમાં કોરોનાનો કહેર વર્તાય?છે. દરરોજ 550 નવા કેસ થાય છે, તેમાં ડોમ્બિવલી કચ્છીઓનો ગઢ?ઘણાય છે.  છેલ્લા પંદરેક દિવસથી કચ્છીઓમાં  કોરોનાનું પ્રમાણ?વધી રહ્યું છે. કચ્છી ડોક્ટરો પણ બાકાત રહ્યા નથી. તેથી ડોક્ટરોની અછત વર્તાવા લાગી છે. મુલુન્ડ-ઘાટકોપર પછી ડોમ્બિવલી કચ્છી-ગુજરાતીઓનો ગઢ?ગણાય છે. જુદી-જુદી જ્ઞાતિના કચ્છીઓના દસ હજારથી  વધુ પરિવારો વસે છે. એટલા જ ઘર ગુજરાતીઓના છે. કોરોના વાયરસના કારણે અહીંના લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. અહીં નોકરિયાત અને નબળો વર્ગ વિશેષ છે. ઘણાએ નોકરી ગુમાવી છે. ઘણા વેપારીઓને દુકાનનું ભાડું કેમ ભરવું તેની સમસ્યા સતાવે છે. અહીંના યુવા કાર્યકર્તા દીપેશ મણિલાલ સાવલા (બિદડા)એ જણાવ્યું હતું કે, લોકડાઉન પછી વેપાર-ધંધા બંધ છે. મોટા ભાગના વેપારીની ભાડાની દુકાન છે. એરિયા પ્રમાણે 25 હજારથી દોઢ લાખ રૂા. સુધીનું ભાડું બોલાય છે. લોકડાઉન પછી અનાજ, મેડિકલ, દૂધ?સિવાયના ધંધા બંધ પડી ગયા. હમણા એક બાજુની દુકાનો ખૂલે છે પણ?ધંધા પડી ભાંગ્યા છે. સવારના 9થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રખાય છે. આ સમય યોગ્ય નથી. રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રખાય તો થોડો વેપાર થાય. હમણા છત્રી, રેઇનકોટનું વેચાણ થાય?છે. પર્સ ટ્રાવેલિંગ બેગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, વેડિંગ ડેકોરેશન વગેરે ધંધા બેસી ગયા છે. દીપેશ સાવલાએ કહ્યું કે, અહીં નોકરિયાત વર્ગ વધુ છે, તેમાં લોઅર મિડલ કલાસ વિશેષ છે. 25થી 30 ટકા નોકરીઓ જતી રહી છે. થોડી દુકાનો ખૂલે છે ત્યાં જેટલા દિ' કામ પર આવે તેટલા દિવસનો પગાર મળે છે. એટલે 15 દિ'નો પગાર થાય.  દીપેશ સાવલા (બિદડા) ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજ સાથે 14 વર્ષથી સંકળાયેલા છે અને હાલે ઉપપ્રમુખ છે. ડોમ્બિવલી તરુણ મિત્રમંડળ-બિદડા ગામની સંસ્થાઓ ડોમ્બિવલી-મુંબઇની સંસ્થાઓ સાથે જોડાયેલા છે. બિદડા ગામના 135 પરિવાર છે. બિદડા ડોમ્બિવલી મિત્રમંડળ છે. તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનની શરૂઆતથી અઢી મહિના સુધી ડોમ્બિવલી-મુંબઇની સંસ્થાઓએ ઘણી મદદ કરી. સ્થાનિક ક.વી.ઓ.એ સમાજ દાતાઓના સહયોગથી 800 પરિવારોને આર્થિક સહાય કરી હતી. અચલગચ્છ જૈન સંઘે સમસ્ત જૈનોના બે હજાર પરિવારોને અનાજની કિટ આપી હતી. ગામના મહાજનોએ પણ મદદ કરી છે. હવે સહાય વિતરણ ઘટયું છે, પરંતુ જરૂરિયાતમંદોને મદદ કરાય છે. છેલ્લા પંદરેક દિવસથી કચ્છીઓમાં કોરોનાનું પ્રમાણ વધવા લાગ્યું છે. મરણ પણ થયા છે. કોરોના સંક્રમણથી ફેલાય છે. કચ્છી-ગુજરાતી ડોક્ટરો કોરોનામાં સપડાયા છે. ફેમિલી ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે તેવા કેસોમાં માંદગી આવી પડે ત્યારે નવા ડોક્ટર પાસે જતાં લોકો ડરે છે. છેવટે ફોન પર માર્ગદર્શન લઇને કામ પતાવે છે. ડોમ્બિવલીવાસી કચ્છીઓ આર્થિક સંકડામણમાં છે. કચ્છી જૈનોને મુંબઇની સંસ્થાઓ-ગામ મહાજનો મદદ કરે છે, પણ અહીં તો બીજા સમાજોની ઘણી વસતી છે. નાની જ્ઞાતિઓ છે તેમની કોણ પૃચ્છા કરે ? જો કે પાંડુરંગવાડી, જૈન સંઘ લોકડાઉન દરમ્યાન ત્રીજી મે સુધી 1500થી 2000 જણને દરરોજ દાળ-ભાત, શાક-રોટલી જમાડતા. ક.વી.ઓ. સેવા સમાજના પ્રમુખ વલ્લભજીભાઇ દેઢિયા, માનવતા ગ્રુપના ખુશાલ ગડા, દીપ ભરત મારૂ (બિદડા) અને પીયૂષ ખીમજી ફુરિયાએ સુંદર સહકાર આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer