ભીટારા, ઉધમા, હાજીપીર નજીક તીડનો મોટી સંખ્યામાં પડાવ

ભીટારા, ઉધમા, હાજીપીર નજીક તીડનો મોટી સંખ્યામાં પડાવ
હાજીપીર (તા. ભુજ), તા. 10 : હાજીપીર નજીકના બન્ની વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તીડનો જમાવડો જોવા મળે છે, અંદાજે 1થી 2 કિ.મી.માં મોટી સંખ્યામાં પડાવ નાખી બેઠેલા આ ઝુંડે ચિંતા ફેલાવી છે. ઘડુલી-સાંતલપુર રોડ પૈકી ભીટારાથી ધોરડોની વચ્ચે આ તીડની ઉડાઊડથી વાહન ચલાવવામાં લોકોને તકલીફ પડવા લાગી છે. ઉધમાથી એગ્રોસેલ કંપની પાસે પણ મોટી સંખ્યામાં તીડ જોવા મળ્યા હતા.  આ તીડ કઇ દિશામાં જાય છે, તે પણ કળી શકાતું નથી.વાહનના અવાજથી ઊડવા માંડે છે. તેમ આકાશમાં પણ હજારો તીડ દેખાય છે. તીડ નિયંત્રણ કચેરીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવું પશ્ચિમ કચ્છના ખેડૂતો ઇચ્છે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer