પરવાનગી વગર બાયોડીઝલ વેચાણ મામલે જખણિયા પાસે પમ્પ સીલ કરાયો

પરવાનગી વગર બાયોડીઝલ વેચાણ મામલે જખણિયા પાસે પમ્પ સીલ કરાયો
કોડાય (તા. માંડવી), તા. 10 (પ્રતિનિધિ દ્વારા) : માંડવી-ભુજ ધોરીમાર્ગ ઉપર જખણિયા નજીક બાયોડીઝલના પરવાનગી વગર ગેરકાયદે વેચાણ અંગે પોલીસ અને વહીવટી તંત્રએ પમ્પ સીલ કરવાની કાર્યવાહી કરી હતી. તેમજ આ પ્રકરણમાં  રૂા. 7.70 લાખની માલસામગ્રી સ્થગિત કરવામાં આવી હતી. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જખણિયા નજીક વિલેજ રિસોર્ટ પાસેના એસ્સાર પમ્પની બાજુમાં આવેલા એચ.જે. એન્ડ સન્સ નામના આદિલ ખોજની માલિકીના પમ્પને આ કિસ્સામાં સીલ કરવામાં આવેલ છે. આ સ્થળે પરવાનગી લીધા વગર ગેરકાયદે રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ફરિયાદોના આધારે  આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ અને વહીવટી તંત્રએ  5760 લિટર બાયોડીઝલ, બોલેરો જીપકાર, મોટી ભૂગર્ભ ટાંકી સહિત કુલ્લ રૂા. 7.70 લાખની માલસામગ્રી સીલ કરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ વતી જિલ્લા સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમ ઉપરાંત મામલતદાર આર.બી. ડાંગી, નાયબ મામલતદાર પુરવઠા વાય.એચ. ગોહિલ, સર્કલ અધિકારી શ્રી દેસાઇ વગેરે જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer