પ્રજ્ઞાચક્ષુઓને રાશનકિટનું વિતરણ કરાયું

ભુજ, તા. 10 : કચ્છ જિલ્લાના પ્રજ્ઞાચક્ષુઓ માટે હાલની કોરોના સંક્રમણના સમયની વિપરીત પરિસ્થિતિમાં શક્ય સહાયરૂપ થવા માટે ભુજ તાલુકાના 32 લાભાર્થી માટે રાશનકિટ વિતરણનો કાર્યક્રમ નેશનલ એસો. ફોર ધ બ્લાઇન્ડ દ્વારા યોજાયો હતો. નેશનલ એસો. કચ્છ ડો. બ્રાન્ચ, ડો. નીતિનભાઇ ચેરિ. ટ્રસ્ટ તથા હાર્ટ ફાઉ. એન્ડ રિસર્ચ સેન્ટરના ચેરમેન ડો. નીતિનભાઇ સુમંતભાઇ?શાહના સંયુક્ત ઉપક્રમે કે.સી.આર.સી.માં આ કાર્યક્રમ યોજાયો હતો. ડો. નીતિન સુમંત શાહ (અમદાવાદ) દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં એન.એ.બી. ભુજ સંસ્થાના પ્રમુખ અભયભાઇ?શાહ, મંત્રી મનોજભાઇ જોષી, ખજાનચી પ્રકાશભાઇ ગાંધી, કે.સી.આર.સી. સંસ્થાના મેનેજર અરવિંદસિંહ, એન.એ.બી. ભુજ સંસ્થાના કારોબારી સમિતના સભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, શંકરભાઇ દામા તેમજ વિનયભાઇ દવે અને ધ્રુવ આહીરે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. આ રાશનકિટનું સમગ્ર કચ્છના પ્રજ્ઞાચક્ષુઓ માટે કુલ 130 કિટનું વિતરણ?તબક્કાવાર આયોજન કરવામાં આવેલું છે, જે દરેક તાલુકા મથકે હવે પછીના દિવસોમાં આપવામાં આવશે.