કેન્દ્રીય શિપિંગ અધિક સચિવ કચ્છની ત્રણ દિ''ની મુલાકાતે

કેન્દ્રીય શિપિંગ અધિક સચિવ કચ્છની ત્રણ દિ''ની મુલાકાતે
ગાંધીધામ, તા. 10 : કેન્દ્રીય શિપીંગ મંત્રાલયના અધિક સચિવ સંજય બંદોપાધ્યાય આજથી કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. પ્રથમ દિવસે તેમણે દીનદયાળ મહાબંદરનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. ડીપીટીના જનસંપર્ક વિભાગના જણાવ્યા પ્રમાણે તેમણે મહાબંદરે ઉપલબ્ધ માળખાંકીય સગવડોની જાણકારી મેળવી હતી તેમજ હાલમાં હાથ ધરાયેલી વિવિધ યોજનાનું  નિરીક્ષણ પણ કર્યું હતું. આજે બપોરે અહીં પહોંચેલા અધિક સચિવે સાંજે ડીપીટી પ્રશાસનિક ભવનમાં તમામ વિભાગીય વડાઓ સાથે બેઠક યોજી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. અલબત્ત તેમના પ્રવાસની લગભગ તમામ બાબતો ગુપ્ત રખાઇ છે, પરંતુ જાણકાર વર્તુળોના કહેવા મુજબ તેઓ તુણા અદાણી બંદર તથા મુંદરા અદાણી બંદરની પણ મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી બંદોપાધ્યાય ડીપીટી ટ્રસ્ટી મંડળમાં હોદ્દાની રૂએ ટ્રસ્ટી પણ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer