લાયન્સની ગાંધીધામ સહિતની 77 ક્લબ માટે યોજાઇ ઇ-પાઠશાળા

લાયન્સની ગાંધીધામ સહિતની 77 ક્લબ માટે યોજાઇ ઇ-પાઠશાળા
ગાંધીધામ, તા. 10 : લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના વર્ષ 2020-21ના વરાયેલા લાયન્સ, લાયોનેસ, લિયોની 77 જેટલી ક્લબોના પ્રમુખ, મંત્રી, ખજાનચી, ઝોન, રિજિયન ચેરમેન, ડિસ્ટ્રીક્ટના કેબિનેટ અધિકારીઓ માટે ઇ-પાઠશાળા જ્ઞાનજ્યોતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોદ્દેદારો માટેની તાલીમ ગુરુપૂર્ણિમાના દિવસે રાખવામાં આવી હતી, જેમાં પ્રેરક વકતા તરીકે જ્ઞાનવત્સલ સ્વામી (બાપ્સ) ઉપસ્થિત રહ્યા હતા. અભિગમ-મુખ્ય ચાવી વિષય ઉપર તેમણે  ઉદ્બોધન કર્યું હતું. તેમનું આ પ્રકારનું લાયન્સ ક્ષેત્રમાં 200મું ઉદ્બોધન હતું. તેઓ લાયન્સની સેવાકીય પ્રવૃત્તિઓ અને માળખાંથી સારી રીતે અવગત હોવાથી સૌને અનેરી શીખ આપી હતી.આ કાર્યક્રમના પ્રારંભમાં ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરેનભાઇ મહેતાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ વેળાએ ડિસ્ટ્રીક્ટ, મલ્ટિપલ, ઇન્ટરનેશનલ ક્ષેત્રના પૂર્વ ડાયરેક્ટરો, અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. બપોર બાદના સત્રમાં આ ઇ-પાઠશાળા જ્ઞાનજ્યોતના કાર્યક્રમમાં 6 જુદા જુદા મધ્યસ્થી દ્વારા 9 પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નરો ઉપરાંત 2 અન્ય નિષ્ણાતોએ  લાયન્સ ક્ષેત્રના પાઠ શીખવ્યા હતા. પ્રથમ વખતના આ ઇ-પાઠશાલા ઓનલાઇન કાર્યક્રમને સફળ બનાવવા માટે નરેશ બુલચંદાણી, હેમંત ભટ્ટ,  હરીશ થારવાણી, વિનોદ મેઘાણી, લક્ષ્મીકાંત મહેતા, જગદીશભાઇ પંડયા, ગિરધર વિધાણી, યમન દુનેજા, રાજેશ ગોંબર, આદિલ શેઠના, વિશાલ દુનેજા, નીલમ બુલચંદાણી, રાજેન્દ્ર આસવાણી વગેરેએ સહકાર આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer