`આત્મનિર્ભર'' યોજનામાં 11 સહકારી બેંકે 8.15 કરોડ આપ્યા

દિવ્યેશ વૈદ્ય દ્વારા- ભુજ, તા. 10 : કોરોના મહામારીનો સામનો કરવામાં સહાયરૂપે ગુજરાત સરકારે જાહેર કરેલી `આત્મર્ભિર સહાય યોજના 1 અને 2' હેઠળ અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં 623 અરજદારોને રૂા. 8,15,25,000ની રકમ આપવામાં આવી છે. ખાસ કરીને નાના વેપારીઓ, મધ્યમ આવક ધરાવતા લોકોને ગેરંટી વિના વ્યાજ સહાયના હેતુથી જાહેર કરવામાં આવેલી આ લોન યોજના માટે સરકાર દ્વારા સરકારી બેંકો, ક્રેડિટ સોસાયટીઓ, નાગરિક સહકારી બેંકો તેમજ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને આ ટહેલ નાખવામાં આવી હતી, પરંતુ કચ્છને સંબંધ છે ત્યાં સુધીમાં દસ સહકારી બેંકોએ આ 623 લાભાર્થીઓને લોન મંજૂર કરીને ચૂકવણું કર્યું છે. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.એ ફોર્મ જ સ્વીકાર્યા નથી, એટલે લોન આપવાનો સવાલ જ ઊભો થતો નથી, પરંતુ ક્રેડિટ સોસાયટીઓમાં કચ્છ વાગડ બે ચોવીસીએ પહેલ કરતાં આ લખાય છે ત્યાં સુધીમાં 15 ફોર્મ મંજૂર કરી દીધા છે. સત્તાવાર સાધનોમાંથી મળતી વિગતો મુજબ કચ્છમાં રહેલી વિવિધ દસ સહકારી બેંકો કે જિલ્લા બહારની બેંકોની ત્રણ શાખાઓ દ્વારા ગુરુવાર સાંજ સુધીમાં કુલ્લ 9217 ફોર્મ વિતરિત કરવામાં આવ્યા હતા. જો કે, ફોર્મ ભરાઇને હજુ સુધી 1271 પરત આવ્યા છે. જેમાં લગભગ 13 કરોડ રૂા.ની લોન માગવામાં આવી છે. આમાંથી 702 ફોર્મ મંજૂર થયા છે અને કુલ્લ 8 કરોડ 94 લાખ મંજૂર કરી દેવામાં આવ્યા છે. જો કે 623 લાભાર્થીને 8 કરોડ 15 લાખનું ચૂકવણું પણ થઇ ચૂક્યું છે. દરમ્યાન, ધિરાણ સોસાયટીઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવી હોવા અંતર્ગત કચ્છ વાગડ?બે ચોવીસી ક્રેડિટ સોસાયટીએ 101 ફોર્મ વિતરિત કર્યા છે. જેમાંથી 40 પરત આવી ચૂક્યા છે અને 15 ફોર્મ મંજૂર કરતાં 15 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જો કે હજુ તેમનું ચૂકવણું બાકી છે પણ મહત્ત્વની બાબત એ છે કે કચ્છમાં કુલ્લ 47 શરાફી સહકારી મંડળીઓ છે જેમાં આ સોસાયટીએ જ હજુ સુધી પહેલ કરી હતી. સહકારી બેંકોને સંબંધ છે ત્યાં સુધી કચ્છની મુખ્ય બેંકોમાં ગાંધીધામ કો-ઓપ. બેંક, ગાંધીધામ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક, કચ્છ મર્કન્ટાઇલ બેંક, રાપર, માંડવી મર્કન્ટાઇલ કો-ઓપ. બેંક, ભુજ કોમર્શિયલ કો-ઓપ. બેંક અને ભુજ મર્કન્ટાઇલ કો-ઓપ. બેંકનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ નાગરિક કો-ઓપ. બેંક લિ.ની ભુજ અને ગાંધીધામમાં શાખા છે. જ્યારે મહેસાણા અર્બન કો-ઓપ. બેંક લિ.ની મુંદરા અને ગાંધીધામમાં શાખાઓ છે. સરકારી નીતિ અનુસાર જે જિલ્લામાં શાખા હોય ત્યાં કેટલી લોન અપાઇ તે નોંધવાનું હોવાથી કચ્છમાં આ ચાર શાખાઓ મળીને કુલ્લ 8.15 કરોડનું લાભાર્થીઓને ચૂકવણું થઇ ચૂક્યું છે. ભુજ કોમ. કો.ઓપ. બેંકે ફોર્મ વિતરણ શરૂ?કર્યું છે પણ ગુરુવાર સુધી કોઇ?લોન મંજૂર થઇ નહોતી. અત્રે નોંધનીય છે કે, બે તબક્કામાં અલગ અલગ આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરત કરી હતી. નામમાં `સહાય' શબ્દ હતો, પરંતુ ખરેખર એ લોન યોજના છે. હા, તેમાં માત્ર વ્યાજની સહાય છે. આત્મનિર્ભર સહાય યોજના-1માં 1 લાખ રૂા.ની લોન માત્ર 2 ટકા વ્યાજે આપવામાં આવે છે. જેના છ ટકા સરકાર ભોગવે છે અને 8 ટકાના વ્યાજ દરે લોન આપવાની રહે છે. જેમાં નાના વેપારીઓ, કારીગરો કે જરૂરિયાતમંદ આગામી તા. 31/8 સુધી અરજી કરી શકે છે. એ પછી બીજી યોજના આત્મનિર્ભર-2 જાહેર કરવામાં આવી હતી. જેમાં 1થી અઢી લાખ સુધીનું ધિરાણ ચાર ટકાના દરે આપવાનું સરકારે જાહેર કર્યું હતું. બાકીના 4 ટકા વ્યાજ સરકાર ભોગવશે. પહેલી જુલાઇથી શરૂ થયેલી આ યોજના માટે તા. 30/9 સુધી અરજી કરવાની મુદ્દત આપીને રૂા. 5000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પ્રથમ છ મહિના સુધી હપ્તા પણ ભરવાના નથી હોતા અને એ પછીના 30 મહિનામાં લાભાર્થીએ રકમ ચૂકવી દેવાની રહેશે એવી યોજનાના પ્રારંભે જાહેરાત થઇ હતી. જા  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer