પાંચ તાલુકામાં સાત માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઉમેરાયા
ભુજ, તા. 10 : કોરોનાના વધતા કેસ વચ્ચે જિલ્લામાં માઇક્રો કન્ટેન્ઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છેત્યારે જિલ્લાના પાંચ તાલુકામાં વધુ સાત વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટરે જારી કરેલા આદેશ અનુસાર ભચાઉના મનફરાની શાંતિનિકેતન સોસાયટીના મકાન નંબર ડી-80થી ડી-96ને 20 જુલાઇ સુધી, ભચાઉના મેઘપરના હનુમાનવાસ વિસ્તારને 21 જુલાઇ સુધી, ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના વાલ્મીકિવાસમાં ડાયા આશા મહેશ્વરીના ઘરથી હરેશ મેરા ચૌહાણના ઘર તેમજ દમયંતીબેન બારિયાના ઘરથી અશોક સાકરિયાના ઘર સુધીના વિસ્તારને 21 જુલાઇ સુધી, માંડવીના નાની ખાખરના ચામુંડા મંદિરની બાજુના વિસ્તારને 20 જુલાઇ સુધી, અબડાસાના દદામાપર ગામના ભાનુશાલી ફળિયાને 20 જુલાઇ સુધી, ભુજ શહેરના આઇયાનગર ઓધવવિલાના મકાન નંબર 1થી 27ને 21 જુલાઇ સુધી તેમજ આદિપુરના વોર્ડ 4એ, ટીઆરએસ પ્લોટ નંબર 1થી 21 અને 22થી 43ના વિસ્તારને 21 જુલાઇ સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી આવશ્યક સિવાયની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.