ઈંગ્લેન્ડ સામે વિન્ડિઝને સરસાઈ

સાઉથમ્પટન તા.10: કોરોના મહામારી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ ચૂકી છે. ઇંગ્લેન્ડની વિરુદ્ધની પહેલી ટેસ્ટમાં પ્રવાસીવેસ્ટ ઇન્ડિઝે પહેલા બોલ અને હવે બેટથી વર્ચસ્વ જમાવ્યું છે. આજે મેચના ત્રીજા દિવસે ચાના સમયે વિન્ડિઝે પ વિકેટ ગુમાવીને 23પ રન કર્યા હતા. આથી તે ઇંગ્લેન્ડથી 31 રને આગળ થયું છે અને હજુ પાંચ વિકેટ અકબંધ છે. ઇંગ્લેન્ડ તેના પહેલા દાવમાં 204 રનમાં ડૂલ થયું હતું. ચાના સમયે રોસ્ટન ચેજ 11પ દડામાં 27 રને અને શેન ડોરવિચ 48 દડામાં પ ચોગ્ગાથી 30 રને ક્રિઝ પર હતા. આ પહેલા વિન્ડિઝ તરફથી ઓપનર બ્રેથવેટે શાનદાર અર્ધસદી (6પ રન) ફટકારી હતી.  ઇંગ્લેન્ડ તરફથી અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન અને સ્પિનર ડોમનિક બેસને 2-2વિકેટ મળી હતી.આજે મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝે તેનો પહેલો દાવ 1 વિકેટે પ7 રનથી આગળ વધાર્યો હતો. લંચ સુધીમાં પ્રવાસી વિન્ડિઝ ટીમે 3 વિકેટે 1પ9 રન કરીને તેની સ્થિતિ મજબૂત કરવાની શરૂઆત કરી હતી. ત્રીજા દિવસના પહેલા સત્રની રમતમાં ઇંગ્લેન્ડના બોલરોને બે વિકેટ જ મળી હતી. આજે સૌથી પહેલા શાઇ હોપ 16 રને આઉટ થયો હતો. તેણે 64 દડાની ઇનિંગમાં 1 ચોગ્ગો લગાવ્યો હતો. ડોન બેસે તેની વિકેટ લીધી હતી. જયારે ઓપનર બ્રેથવેટ શાનદાર અર્ધસદી  ફટકારીને 6પ રનના સ્કોર પર ઇંગ્લીશ કેપ્ટન બેન સ્ટકોસના દડામાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. બ્રેથવેટે 12પ દડાની આકર્ષક ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા લગાવ્યા હતા. જયારે બ્લેકવૂડ 12 રને આઉટ થયો હતો.પહેલી ટેસ્ટના પ્રથમ અને બીજા દિવસે વરસાદનું વિઘ્ન રહ્યંy હતું. ઇંગ્લેન્ડની ટીમ તેના પહેલા દાવમાં 204 રનમાં ઓલઆઉટ થઇ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સુકાની હોલ્ડરે 6 અને ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer